સુરતમાં અવારનવાર રોમિયોના વિડીઓ સામે આવતા હોય છે. તાજેતરમાં જ સોશિયલ મીડીયામાં એક વિડીઓ વાયરલ થયો હતો. સુરતમાં રાત્રીના સમય દરમિયાન બુલેટ સવાર બે મિત્ર પૈકી એક શખ્સ તેના મિત્રના ખભા પર બેસી ચાલુ બાઈકે હાથમાં હથિયાર અને સિગારેટ પીતો જોવા મળે છે. આ જોખમી સ્ટંટના વાયરલ વિડીઓના પરિણામે સુરતના અમરોલી પોલીસે બંને સ્ટંટબાજ મિત્રોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#gujarat #surat #bike #viralvideo #khabargujarat
સુરતમાં રાત્રીના સમયે ચાલુ બાઈક પર જોખમી સ્ટંટ કરતાં શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જાણકારી આપી pic.twitter.com/Jc9HZBwEab
— Khabar Gujarat (@khabargujarat) January 3, 2022
આ વાયરલ વિડીઓ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, સ્ટંટ કરતા બંને યુવાનોને ઝડપી પાડવામાં આવ્યા છે. વાઈરલ થયેલો વીડિયો 14 ડિસેમ્બરનો છે. વીડિયો જે પિસ્તોલ દેખાઈ રહી છે તે લાઈટર છે. આવા ગુનાઓમાં વધુ સચેત છીએ. પોલીસે વિડીયો અમરોલી-સાયણ રોડનો હોવાનું અને ચાલક ભરત પ્રવીણ ગઢવી અને તેના ખભા પર બેસનાર નાગાજણ ઉર્ફે નીજ હરદાસ અડોદરા (રહે. હરિધામ એપાર્ટમેન્ટ, અમરોલી) હોવાનું શોધી કાઢી તેઓની ધરપકડ કરી છે. બંનેની પૂછપરછમાં વિડીયો 14 ડિસેમ્બરની રાત્રે ઉતાર્યો હતો અને 26 ડિસેમ્બરે સોશ્યિલ મિડીયામાં અપલોડ કર્યો હતો.