Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયડોર ટુ ડોર વેકિસનેશન કરનારું બિકાનેર દેશનું પ્રથમ શહેર

ડોર ટુ ડોર વેકિસનેશન કરનારું બિકાનેર દેશનું પ્રથમ શહેર

60-65 ટકા લોકોનું વેકિસનેશન થઇ ગયું

- Advertisement -

રાજસ્થાનનું બિકાનેર કોવિડ મહામારી વિરૂદ્ધ ઘરે-ઘરે જઈને વેક્સિન આપનારૂં દેશનું પહેલું શહેર બનશે. રાજસ્થાનના બિકાનેરમાં સોમવારથી વેક્સિનેશન ડ્રાઈવ શરૂ થવા જઈ રહી છે. તે અંતર્ગત 45 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે. લોકોના ઘરો સુધી વેક્સિન પહોંચાડવા માટે મોબાઈલ ટીમોની રચના કરવામાં આવી છે. સાથે જ ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઈ નંબર દ્વારા વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવી શકાશે અને રજિસ્ટ્રેશન વગર કોઈને પણ વેક્સિન નહીં આપવામાં આવે. રજિસ્ટ્રેશન બાદ વાન તે વિસ્તારમાં પહોંચી જશે અને લોકોની તપાસ કરીને તેમને વેક્સિન આપવામાં આવશે. 

- Advertisement -

એક અહેવાલ પ્રમાણે 10 લોકો રજિસ્ટ્રેશન કરાવે ત્યાર બાદ જ વેક્સિન વાન લોકોના ઘરે જશે. હકીકતે વેક્સિનની એક શીશીમાંથી 10 લોકોને વેક્સિન આપી શકાય છે. 10 લોકો કરતા ઓછા લોકો રજિસ્ટ્રેશન કરાવે તે સંજોગોમાં વેક્સિનના બચેલા ડોઝ બગડવાની આશંકા રહે છે. 4 કલાક કરતા વધારે સમય સુધી ખુલ્લી રહે તો વેક્સિન ખરાબ થઈ જાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અભિયાન માટે એક મેડિકલ સ્ટાફ પણ નિયુક્ત કરવામાં આવ્યો છે જે વેક્સિન લેનારા લોકો પાસે થોડા સમય સુધી ઓબ્ઝર્વેશન માટે રહેશે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular