Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સબિહારનો ક્રિકેટ સંઘ, ભારતના ક્રિકેટ કંટ્રોલ બોર્ડને ગણકારતો નથી !

બિહારનો ક્રિકેટ સંઘ, ભારતના ક્રિકેટ કંટ્રોલ બોર્ડને ગણકારતો નથી !

મનાઇ છતાં ટુર્નામેન્ટ રમાડી, હવે ખેલાડીઓ પર પ્રતિબંધ લાદવામાં આવશે !

- Advertisement -

વિવાદોમાં ઘેરાયેલા રહેલા બિહાર ક્રિકેટ સંઘ એ તેના રજિસ્ટર્ડ ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ એ ક્રિકેટરો પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો પ્રતિબંધ તોળાઇ રહ્યો છે. કારણ કે BCCI ના નિર્દેશો બાદ પણ અનઅધિકૃત બિહાર ક્રિકેટ લીગનુ આયોજન નથી રોકવામાં આવી રહ્યુ.

- Advertisement -

વિવાદોમાં ઘેરાયેલા રહેલા બિહાર ક્રિકેટ સંઘ એ તેના રજિસ્ટર્ડ ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ અ ક્રિકેટરો પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો પ્રતિબંધ તોળાઇ રહ્યો છે. કારણ કે BCCIના નિર્દેશો બાદ પણ અનઅધિકૃત બિહાર ક્રિકેટ લીગનુ આયોજન નથી રોકવામાં આવી રહ્યુ. ટૂનાર્મેન્ટનુ આયોજન 20 થી 26 માર્ચ વચ્ચે પટણામાં આયોજન કરવામા આવ્યુ હતુ. ટુર્નામેન્ટમાં પાચ ટીમોએ હિસ્સો લીધો હતો, જેમાં દરભંગા ડાયમંડ્સ વિજેતા રહ્યુ હતુ. જેનુ પ્રસારણ યૂરોસ્પોર્ટસ ચેનલ પર કરવામાં આવ્યુ હતુ.

BCCIએ 23 માર્ચે પત્ર લખીને BCA ને કહ્યુ હતુ કે, તેમની ટી-20 લીગને મંજૂરી મળી નથી અને તેને તુરત જ રોકી દેવી જોઇએ. બીસીએ ના અધિકારીઓએ જોકે તે પત્ર ને નજર અંદાજ કરીને ટુર્નામેન્ટનુ આયોજન જારી રાખ્યુ હતુ.

- Advertisement -

બીસીસીઆઇએ પત્રમાં લખ્યુ હતુ કે, જો બીસીએ ટુર્નામેન્ટને રદ નથી કરતી તો તેણે બોર્ડના સંવિધાન અનુસાર પ્રતિબંધ ઉઠાવવો પડશે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, અમે બિહાર રાજ્યમાં ક્રિકેટ સંસ્કૃતિ તૈયાર કરવાના નિરંતર પ્રયાસોની સરાહના કરીએ છીએ. અમે આપને આશ્વસ્ત કરીએ છીએ કે બીસીસીઆઇ ના નિયમો મુજબ બીસીએ સહયોગ કરશે. આ માટે બીસીસીઆઇ આપને ટી-20 ઘરેલુ ક્રિકેટ ટુર્નામેન્ટ રદ કરવાનો નિર્દેશ કરે છે.

પત્ર અનુસાર, જો બીસીએ આ ટી-20 ટુર્નામેન્ટને રદ નથી કર્યો તો, બીસીસીઆઇ ના નિયમ અને દિશાનિર્દેશોનુસાર ગેરમાન્યતા પ્રાપ્ત ટુર્નામેન્ટ માનવામાં આવશે. સાથે જ બીસીસીઆઇ ના નિયમોનુસાર પ્રતિબંધ માટે પણ બીસીએ ઉત્તરદાયી રહેશે. બીસીસીઆઇએ આ ઉપરાંત પણ કહ્યુ હતુ કે, બોર્ડના મૌનને બીસીએ અધિકારીઓએ મંજૂરી માનીને ટૂર્નામેન્ટને આગળ વધારી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular