Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતGTU ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર

GTU ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર

- Advertisement -

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્રારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. GTUએ વિન્ટર 2021ના એક્ઝામ માટે ફોર્મ ભરવા માટે વેક્સિનેશનને ફરજિયાત કરી દીધું છે. 18 વર્ષથી ઉપરના જે વિદ્યાર્થીઓએ વેક્સિન લીધી હશે તે જ વિદ્યાર્થી પરીક્ષાના ફોર્મ ભરી શકશે. વેક્સીનેશન વધારવા માટે GTU દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -

આગામી શૈક્ષણિક સત્ર વિન્ટર-2021ની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ કે જે 1 મે 2021ના રોજ 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે આગામી સત્રના પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સિન લેવી ફરજિયાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં વેક્સીનેશન અંગે જાગૃતિ આવે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જીટીયુના વિદ્યાર્થીઓનું કોરોનાની મહામારીમાં સ્વાસ્થ્ય જળવાઈ રહે અને અભ્યાસમાં મુશ્કેલી ન પડે તે હેતુસર વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જીટીયુ દ્વારા સંલગ્ન કૉલેજોને પણ પરિપત્ર કરીને જણાવવામાં આવ્યું છે કે, 18 વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓના વેક્સિનેશન પછી જ આગામી શૈક્ષણિક સત્ર વિન્ટર-2021ની પરીક્ષા ફોર્મ ભરવા દેવામાં આવે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular