રાજ્યમાં કોરોનાના પરિણામે ઘણા સમયથી શાળાઓ બંધ છે. તેના પરિણામે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે તેવામાં ફી નિર્ધારણ કમિટી સમક્ષ સૌરાષ્ટ્ર ઝોનની 3500 જેટલી શાળાઓએ ફી વધારા માટેની માંગ કરી છે. જેમાંથી 1500 જેટલી સ્કૂલોની માગણી સ્વીકારી ફી વધારાને મંજૂરી આપી દેવામાં આવી છે.
શાળાઓમાં ફી વધારા અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના પ્રમુખ ડી વી મહેતાએ કહ્યું હતું કે શાળાઓ પણ કોરાનાના કારણે મુશ્કેલીમાં છે.છેલ્લા બે વર્ષથી શાળાઓએ ફી વધારો કર્યો નથી. તેમાં પણ એક વર્ષ રાજ્ય સરકાર દ્રારા ૨૫ ટકા ફી માફી આપવામાં આવી અને અને ફી ચૂકવણીમાં વાલીઓએ સમય લગાડ્યો છે.ત્યારે આવા સમયે ફી વઘારો કરવો જરૂરી છે. તેવા સમયમાં જ ફી નિર્ધારણ કમિટી સમક્ષ સૌરાષ્ટ્ર ઝોનની 3500 જેટલી શાળાઓએ ફી વધારા માટેની માંગ કરી છે. જેમાંથી 1500 જેટલી સ્કૂલોની માગણી સ્વીકારી શાળાઓને ટકાવી રાખવા માટે ઓછામાં ઓછો 10 ટકા વધારો આપવો ખુબ જ જરૂરી છે. તેમ જણાવ્યું હતું અને ફી નિર્ધારણ સમિતિએ 1500 જેટલી સ્કૂલોની માગણી સ્વીકારી લીધી છે. નક્કી કરેલી શાળાઓમાં જે ફીમાં વધારો થશે તેમાં વાલીઓએ વાર્ષિક રૂ.700 જેટલી વધારાની ફી ચૂકવવી પડશે.
ફી નિર્ધારણ સમિતિ (FRC) સમક્ષ આ શાળાઓએ વર્ષ 2019-2021 બાદ ફી વધારાની માંગ મુકી હતી જેમાં ફી નિર્ધારણ સમિતિ દ્રારા 15 હજારથી ઓછી ફી હોય તેવી 3500 જેટલી શાળાઓની સમિક્ષા કરવામાં આવી હતી જેમાંથી 1500 જેટલી શાળાઓને 5 થી 10 ટકા સુધીનો ફી વધારો માન્ય રાખવામાં આવ્યો છે. ફી નો વધારો નવા સત્રથી લાગુ થશે.