Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયએરટેલ યુઝર્સને મોટો ઝટકો, પ્રીપેઈડ પ્લાનના ભાવમાં વધારો

એરટેલ યુઝર્સને મોટો ઝટકો, પ્રીપેઈડ પ્લાનના ભાવમાં વધારો

- Advertisement -

એરટેલે કંપનીએ તેના પ્રીપેડ પ્લાન્સમાં ટેરિફ દરમાં 25%નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. અગામી તા.26 નવેમ્બરથી નવો ભાવ લાગુ થશે. ભારતી એરટેલ જે દેશની નંબર ટુ ટેલીકોમ સેવા પ્રોવાઈડર કંપની છે. તેણે પોતાના પ્રી-પેઈડ પ્લાનમાં તા.26 નવે. થી અમલી બને તે રીતે 20-25% નો વધારો જાહેર કર્યો છે. કંપનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ‘નાણાકીય તંદુરસ્તી’ માટે આ એક આવશ્યક કદમ છે.

- Advertisement -

ભારતી એરટેલે કહ્યું છે કે એવરેજ રેવન્યુ પર યુઝર(ARPU) 200 રૂપિયા હોવો જોઈએ અને પછી તે વધારીને 300 રૂપિયા સુધી પહોંચવો જોઈએ. જેથી કંપનીઓજે  રકમ ઇન્વેસ્ટ કરે છે  તેના પર યોગ્ય રીટર્ન મળી શકે. એરટેલના પ્રીપેડ પ્લાન્સની નવી કિંમત 26 નવેમ્બરથી શરૂ થશે.

26 નવેમ્બરથી પ્રીપેડ પ્લાન્સમાં વધારો થતા  યુઝર્સને 149 રૂપિયાની જગ્યાએ 179 રૂપિયા ખર્ચ કરવા પડશે. આની પહેલાં કંપનીએ જુલાઈમાં પોસ્ટપેડ પ્લાનની કિંમતમાં વધારો કર્યો હતો.  અને ત્યાર બાદ પ્રીપેડ પ્લાનની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો જયારે ફરી એક વખત મોબાઈલ સેવા મોંઘી બનશે. એરટેલે ભાવમાં વધારો કરતાં અન્ય કંપનીઓ પણ ભાવવધારો કરી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular