Wednesday, January 15, 2025
Homeરાજ્યગુજરાતધો.12ના વિદ્યાર્થીઓ માટે મેડીકલ કોલેજમાં પ્રવેશને લઇને મોટા સમાચાર

ધો.12ના વિદ્યાર્થીઓ માટે મેડીકલ કોલેજમાં પ્રવેશને લઇને મોટા સમાચાર

- Advertisement -

કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે. ધો.12 CBSEની પરીક્ષાઓ પણ રદ કરાઈ છે. પરંતુ ધો.12 પછી અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઉભી થઇ છે. શેના આધારે તેઓને એડમીશન આપવામાં આવશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઇ નથી. પરંતુ મેડીકલ કોલેજમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓના નીટ આધારિત જ એડમીશન થશે.

- Advertisement -

ધો-12ના વિદ્યાર્થીને મેડિકલ સહિતના 4 કોર્સમાં તો NEET આધારિત જ એડમિશન મળશે. ગુજરાતની મેડિકલ એડમિશન કમિટીના મેમ્બર ડો.અશોક નિર્વાણે વર્તમાન સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ કહ્યું કે આ વર્ષે ધો.12માં પરીક્ષા નથી તેના કારણે હાલમાં તો બધા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ ગણાય. પરંતુ મેડિકલમાં NEET લેવાનાર છે જેથી તેના માર્ક પર જ એડમિશન આપવામાં આવશે. એમબીબીએસ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપથીમાં નીટ બેઝ જ એડમિશન થશે. પરંતુ ધો,12ની માર્કશીટ કઈ રીતે  આપવામાં આવશે તેના આધરે આગળની સ્થિતિનો ખ્યાલ આવશે.

દેશમાં COVID-19 ની પરિસ્થિતિ JEE અને NEET 2021માં પ્રવેશ પરીક્ષાઓના સમયપત્રકને પણ અસર કરશે. જેઇઇ મેઈન 2021, જે એન્જિનિયરિંગના અભ્યાસક્રમો માટેની પ્રવેશ પરીક્ષા છે, તે અગાઉ એપ્રિલ માટે નક્કી કરવામાં આવી હતી, જ્યારે મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ 2021 મે મહિનામાં યોજાવાની હતી. પરંતુ મહામારીને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. અને હવે 1 ઓગસ્ટે આ પરીક્ષા યોજાય તેવી સંભાવનાઓ છે. ત્યારે NEETના માર્કના આધારે મેરિટ બનશે અને એડમિશન થશે. મેડિકલમાં એડમિશન માટેની લઘુત્તમ લાયકાત ધો.12માં 50 ટકાની છે. લઘુત્તમ લાયકાતનો પ્રશ્ન માત્ર ગુજરાતનો નથી, દેશના તમામ રાજ્યોના શિક્ષણ બોર્ડનો છે. જેથી નેશનલ મેડિકલ કમિશન કોઈ છૂટછાટ આપે તેવી શક્યતા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular