Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતડૉગ બ્રીડીંગ અને માર્કેટિંગની પ્રવૃતિઓ સાથે સંકળાયેલ વેપારીઓ માટે મોટા સમાચાર

ડૉગ બ્રીડીંગ અને માર્કેટિંગની પ્રવૃતિઓ સાથે સંકળાયેલ વેપારીઓ માટે મોટા સમાચાર

- Advertisement -

ગુજરાતમાં ડૉગ બ્રીડીંગ અને માર્કેટિંગ માટેની પ્રવૃતિઓ સાથે સંકળાયેલ વેપારીઓએ હવેથી  ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર ખાતે તેમના ફર્મની નોંધણી ફરજિયાત કરવાની રહેશે. ફર્મના રજીસ્ટ્રેશન વગર કોઇ પેટશોપ પણ ચલાવી શકાશે નહિ. 

- Advertisement -

આકસ્મિક તપાસમાં રજીસ્ટ્રેશન વગર આ પ્રકારની કોઇ પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિઓ મળી આવશે તો તેમની સામે પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ (પેટ શોપ) અને પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ (ડૉગ બ્રીડીંગ એન્ડ માર્કેટિંગ) એક્ટ અંતર્ગત કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામા આવશે તેમ ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડના સંયુક્ત પશુપાલન નિયામકશ્રી દ્વારા જણાવાયુ છે.

રૂ।.5000ની નોંધણી ફી સાથે ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ, બીજો માળ, સુમન ટાવર, સેક્ટર-૧૧, ગાંધીનગર ખાતે પેટશોપ અને ડૉગ બ્રીડીંગ એન્ડ માર્કેટિંગનો વ્યવસાય કરતા વેપારીઓ/ વ્યક્તિઓએ તેમના ફર્મની નોંધણી ફરજિયાત કરાવવાની રહેશે. વર્ષ 2020 થી આ નોંધણી ફરજિયાત કરવામાં આવી હોવા છતાં રાજ્યમાં ઘણાં આ વ્યવસાય કરતાં વેપારીઓ/વ્યક્તિઓએ તેમના ફર્મનું રજીસ્ટ્રેશન કરાવેલ ન હોવાથી તેવા સંજોગોમાં આકસ્મિક તપાસ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular