ભારત સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયા બાદ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યના સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 17 ટકા આપવામાં આવતું હતું જે હવેથી 28 ટકા આપવામાં આવશે.કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એકીસાથે 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે તાજેતરમાં મોદી સરકાર દ્વારા જે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે એ નિર્ણયને અનુસરીને ગુજરાતમાં પણ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ અપાશે. સરકારી કર્મચારીઓને જુલાઈ અને ઓગસ્ટ મહિનાના એરિયર્સની રકમ બે ભાગમાં ચુકવવામાં આવશે. રાજ્યના નવ લાખ કર્મચારીઓને ફાયદો થવાનો છે. મોંઘવારી ભથ્થામાં વધારો કરવાથી રાજ્ય સરકાર પર 378 કરોડ રૂપિયાનો બોજ પડશે.