Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયખેડૂતો માટે મોટા સમાચાર, ખરીફ પાકના ટેકાના ભાવ પર 50 ટકાનો વધારો

ખેડૂતો માટે મોટા સમાચાર, ખરીફ પાકના ટેકાના ભાવ પર 50 ટકાનો વધારો

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં ખરીફ પાકની એમએસપી (ટેકાનો ભાવ) વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સરકારે વિવિધ ખરીફ પાકની એમએસપીમાં 50થી 62 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આપી છે.કેબિનેટના નિર્ણય પ્રમાણે સીઝન 2021-22 માટે ખરીફ પાક માટે એમએસપીને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે  અનાજની એમએસપી ગત વર્ષની તુલનામાં  72 રૂપિયા વધારીને 1940 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. ગત વર્ષે આ રકમ 1868 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી.

- Advertisement -

કેન્દ્ર સરકારે ગત વર્ષની સરખામણીમાં  ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેમાં  સીઝન 2021-22 માટે ખરીફ પાક માટે એમએસપીને મંજૂરી આપવામાં આવી છે. પાછલા વર્ષની તુલનામાં એમએસપીમાં સૌથી વધુ સંપૂર્ણ વૃદ્ધિ ભલામણ તલ માટે 452 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. આ સિવાય તુર અને અળદ માટે 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની ભલામણ કરવામાં આવી છે. 

 ખરીફ સિઝનમાં ધાન્ય પાકનું મોટા પ્રમાણમાં વાવેર થાય છે. હાલમાં ખરીફ ધાન્યના વાવેતર પણ ચાલુ થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધી 35 લાખ હેક્ટરમાં ધાન્ય પાકનું વાવેતર થઈ જાય છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે ખેડૂતોએ ક્યા પાકનું વાવેતર કરવું તેમાં મદદ મળશે.અંતે ઉલ્લેખનીય છે કે એમએસપીએ દર હોય છે જે દરથી સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular