ગુજરાતમાં લવજેહાદના કાયદા મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. હાઈકોર્ટે ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે માત્ર આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર એફઆઈઆર થઈ શકશે નહી. જો બળજબરી, લાલચ, દબાણથી લગ્ન કરવામાં આવ્યા છે તેવું પુરવાર થાય તો જ એફઆઈઆર થઇ શકે.
ગુજરાત હાઈકોર્ટે આજે ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3,4,5 અને 6 ના સુધારા સામે રોક લગાવી છે. આંતરધર્મિય લગ્ન જો લોભ, લાલચ, બળજબરીપૂર્વક કરાવવામાં આવ્યા હોય તો જ એફઆઈઆર થઇ શકશે.
અંતે ઉલ્લેખનીય છે કે વિધર્મી યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તનની પ્રવૃતિ અટકાવવા માટે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ કાયદો 15જુનથી લાગુ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને 2 લાખ રૂપિયાના દંડની, જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષની સજા અને 3 લાખ રૂપિયાના દંડની જોગવાઇ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતી, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઇ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.