રક્ષીત સ્મારક એવા ભુજીયા કોઠાનું રેસ્ટોરેશન કાર્ય પુર્ણ થયા બાદ આવતીકાલથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે જેમાં સલામતીને ઘ્યાને લઇ પ્રથમ બે માળ માટે 50 વ્યકિત અને ઉપરના ત્રણ માળ માટે 25 વ્યકિતઓને વારા ફરતી મોકલવામાં આવશે.

શહેરની શાન સમાન એવા રણમલ તળાવ પાસે ઇ.સ.1840માં દુષ્કાળરાહત કામગીરી માટે આ ગોળ બાંધણી ધરાવતા કલાત્મક અને આકર્ષક ભુજીયા કોઠાનું સંગીન બાંધકામ થયુ હતું જેનો ઉપયોગ વોચ ટાવર તથા શસ્ત્રાગાર તરીકે થતો હતો તેમજ તેનું બાંધકામનું કામ ઇ.સ. 1839 થી 1852 એટલે કે 14 વર્ષ જેટલો સમય લાગ્યો હતો તથા 174 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં સૌથી ઉંચી ઇમારત (સ્કાય સ્ક્રેપર) કહેવાતી હતી જેનું કંઝર્વેશન, રેસ્ટોરેશન, ક્ધસોલિડેશન અને રી-પ્રોડકશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે તેમજ આ રક્ષિત સ્મારકને સહેલાણીઓને નિહાળવા માટે આવતીકાલ તા.19થી ખુલ્લુ મુકવામાં આવશે તેમજ સહેલાણીઓને આ ભુજીયા કોઠા રક્ષિત સ્મારકની ઉંચાઇ તેમજ તેની બાંધકામ શૈલીને ઘ્યાને લઇ અકસ્માત નિવારવા તેમજ સલામતીના ભાગરૂપે આ ઇમારતના પ્રથમ બે માળ માટે 50 વ્યકિત તથા ઉપરના ત્રણ માળ માટે 25 વ્યકિતને વારાફરતી ઉપર નિહાળવા જવા દેવામાં આવશે જેમાં જામનગરના તથા બહારથી આવતા સહેલાણીઓને આ ભુજીયા કોઠા રક્ષિત સ્મારકને નિહાળવા આ નિયમનું પાલન કરવા અપીલ છે તથા જામનગર મહાનગરપાલિકા તંત્રને સાથ સહકાર આપવા સીટી એન્જીનીયરની યાદી જણાવે છે.


