Sunday, December 22, 2024
Homeરાજ્યકૂવામાં ખાબકેલા ભોપલકાના યુવાનનું ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ

કૂવામાં ખાબકેલા ભોપલકાના યુવાનનું ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ

- Advertisement -

ખબર-ખંભાળિયા
કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામના વાડી વિસ્તારમાં આવેલા આશરે 90 ફૂટ જેટલા ઊંડા કૂવામાં ગઈકાલે ગુરુવારે સવારે ઘનુભા જાડેજા નામના આશરે 45 વર્ષના યુવાન કુવાની બહાર રહેલા ભારોટ (પોલ) તૂટી પડવાના કારણે તેઓ પાણી ભરેલા આ કુવામાં પટકાઈ પડ્યા હતા. જેથી સ્થાનિકો દ્વારા આ અંગે 108 ને જાણ કરવામાં આવી હતી.
આ બનાવ બનતા ખંભાળિયા ફાયર બ્રિગેડ વિભાગના ફાયરમેન જીતેન્દ્રસિંહ વાઢેર અને શિવરાજસિંહ ઝાલા ભોપલકા ગામે દોડી ગયા હતા અને ઉપરોક્ત યુવાનને જીવંત અવસ્થામાં કુવામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. કુવામાં પડેલા આ યુવાનને શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢીને 108 દ્વારા ખંભાળિયાની વેદાંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ રીતે આ યુવાનનો બચાવ થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular