મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા રસીલાબેન કારાભાઈ ચૌહાણ નામના 32 વર્ષના પરિણીત મહિલાના છોકરાઓ તોફાન કરતા હોય, આ બાબતે રવિવારે તેણીના પતિએ રસીલાબેનને ઠપકો આપતા જિદ્દી અને તામસી સ્વભાવના આ મહિલાએ પોતાના ઘરે પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેણીને ગંભીર હાલતમાં સારવાર અર્થે મીઠાપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેણીને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ ભીમરાણા ગામના કારાભાઈ વિરમભાઈ ચૌહાણ (ઉ.વ. 37)એ મીઠાપુર પોલીસને કરી છે.મીઠાપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જયાં તબીબે મૃત જાહેર કર્યા