Thursday, October 24, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છરેલવે દ્વારા ભાવનગર-હરિદ્વાર અને વેરાવળ-બનારસ સાપ્તાહિક ટ્રેન

રેલવે દ્વારા ભાવનગર-હરિદ્વાર અને વેરાવળ-બનારસ સાપ્તાહિક ટ્રેન

- Advertisement -

પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર-હરિદ્વાર અને વેરાવળ-બનારસ વચ્ચે સાપ્તાહિક સુપર ફાસ્ટ એકસપ્રેસ ટ્રેન દોડાવવા નિર્ણય કરાયો છે.

- Advertisement -

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી રેલવે દ્વારા ભાવનગરથી હરિદ્વાર વચ્ચે સાપ્તાહિક ટ્રેન દોડાવવા નિર્ણય કરાયો છે. જે અંતર્ગત દર સોમવારે રાત્રે 8:20 વાગ્યે ભાવનગરથી આ ટ્રેન ઉપડશે અને બુધવારે સવારે 3:45 વાગ્યે હરિદ્વાર પહોંચશે. તેમજ બુધવારે સવારે 4:55 વાગ્યે આ ટ્રેન હરિદ્વારથી ઉપડશે અને ગુરુવારે બપોરે 1 વાગ્યે આ ટ્રેન ભાવનગર પહોંચશે. આ ટ્રેનમાં કુલ 18 કોચ રહેશે. ટ્રેન ભાવનગર, સિહોર, ઢોળા, બોટાદ, લીમડી, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, મરવાળ સહિતના સ્ટેશનોએ થઇ હરિદ્વાર પહોંચશે.

આ ઉપરાંત રેલવે દ્વારા વેરાવળ-બનારસ ટ્રેન પણ શરુ કરવા નિર્ણય કરાયો છે. વેરાવળથી દર સોમવારે સવારે 4:15 વાગ્યે ઉપડશે અને મંગળવારે બપોરે 2:35 વાગ્યે બનારસ પહોંચશે. તેમજ દર બુધવારે સવારે 7:30 વાગ્યે બનારસથી આ ટ્રેન ઉપડશે અને ગુરુવારે સાંજે 7 વાગ્યે વેરાવળ ખાતે પહોંચશે. આ ટ્રેન વેરાવળ, કેશોદ, જુનાગઢ, જેતલસર, વાડીયા-દેવાણી, લાઠી, ઢોળા, બોટાદ, સરખેજ, અમદાવાદ, નડીયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, કોટા, આગ્રા સહિતના સ્ટેશનોએ થઇ બનારસ પહોંચશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular