દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના મોખાણા ગામમાં રહેતી તરૂણીને પિતાએ મોબાઇલ અપાવવાની ના પાડતા મનમાં લાગી આવતા ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના મોખાણા ગામની સીમમાં રહેતી વનિતા સુભાષભાઈ પરમાર નામની 15 વર્ષની તરૂણીએ ગઈકાલે શુક્રવારે પોતાના હાથે સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મૃતક વનિતાબેન કે જે 11 મા ધોરણમાં અભ્યાસ કરતી હતી, તેણે મોબાઈલ ફોન લેવા માટે પોતાના પિતાને વાત કરી હતી. જેથી પિતાએ મોબાઈલ ફોન અપાવવાની ના કહેતા આ બાબતે તેણીને મનમાં લાગી આવવાના કારણે લાગી આવતા તેણીએ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે અંગેની નોંધ મૃતકના પિતા સુભાષભાઈ વલ્લભભાઈ પરમાર (ઉ.વ. 45, રહે. મોખાણા સીમ) એ ભાણવડ પોલીસ મથકમાં કરાવી છે.