ભાવડના માનપર ગામમાં રહેતા યુવાને તેના ખેતરે કોઇપણ કારણસર ઝેરી દવા પી લેતા જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ ભાણવડ તાલુકાના માનપર ગામે રહેતા રામદેભાઈ વીરાભાઈ કરમુર નામના 40 વર્ષના યુવાને ગત તા. 14 મી ના રોજ પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.