Sunday, December 22, 2024
Homeરાજ્યભાણવડ તાલુકાના કાટકોલા ગામેથી જૂગાર પકડી પાડતી ભાણવડ પોલીસ

ભાણવડ તાલુકાના કાટકોલા ગામેથી જૂગાર પકડી પાડતી ભાણવડ પોલીસ

રૂા.18,840 નો મુદ્દામાલ સાથે છ શખ્સોને ઝડપી લેવાયા: એક નાશી ગયો

- Advertisement -

ભાણવડના કાટકોલા ગામેથી ભાણવડ પોલીસ સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે જૂગાર રમતા જગા નારણ માળિયા, કાના પોલા કરંગીયા, ભાયા વેજા ડાંગર, પબા દેવા ગોજીય, બાબુ વેજા ડાંગર, ભીમશી હમીર માળિયા ઉપરોકત તમામ આરોપીઓ ઝડપાયા હતાં. જ્યારે પ્રવિણ મુળુ ગાગીયા ફરાર આરોપી જાહેર કરવામાં આવ્યો છે. પોલીસને રેડ દરમિયાન રૂા.18840 ના મુદ્દામાલ આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

- Advertisement -

કાર્યવાહી કરનાર સ્ટાફના પીએસઆઈ પી.ડી.વાંદા, હેકો કિશોરસિંહ જાડેજા, વિપુલ હેરભા, પો.કો. શકિતસિંહ ઝાલા, મનહરસિંહ જાડેજા, વેજાણંદ બેરા, વિપુલ મોરી, અરજણ ભારવાડિયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

કાટકોલાના મહિલા સરપંચ શિલ્પાબેન કરશનભાઇ કરમુર અનેક રજૂઆતો બાદ પોલીસ એકશન લેવામાં આવ્યાં. સરપંચ દ્વારા જિલ્લા પોલીસને લેખિતમાં પણ રજૂઆત કરી હતી અને રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે, દારૂ અને જૂગારથી અનેક પરિવારો પાયમાલ થયા છે. આ અસામાજિક પ્રવૃત્તિ સમગ્ર વિસ્તારમાંથી નાબુદ થવી જ જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular