ભાણવડ તાલુકાના કલ્યાણપર ગામે રહેતા કમલેશ ઉર્ફે કમો જેતાભાઈ ભારવાડીયા નામના 27 વર્ષના શખ્સને પોલીસે રૂા.2,400 ની કિંમતની વિદેશી દારૂની છ બોટલ સાથે ઝડપી લીધો હતો. આ દરોડા દરમિયાન સપ્લાયર તરીકે હનુમાનગઢ ગામના ચના કરમણ રાડા નામના શખ્સનું નામ જાહેર થયું છે. જે અંગે પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.