Sunday, December 22, 2024
Homeરાજ્યકાટકોલા સીમ વિસ્તારમાં સરપંચ સંચાલિત જુગારધામ ઝડપી પાડતી ભાણવડ પોલીસ

કાટકોલા સીમ વિસ્તારમાં સરપંચ સંચાલિત જુગારધામ ઝડપી પાડતી ભાણવડ પોલીસ

રૂા.63,300 રોકડ સહિત કુલ 6,80,300 રૂપિયાના મુદ્દામાલ સાથે 12 શખ્સો ઝડપાયા : 4 નાસી છુટ્યા

- Advertisement -

ભાણવડ તાલુકાના કાટકોલા સીમ વિસ્તારમાંથી ભાણવડ પોલીસે બાતમીને આધારે મોટુ જૂગાર ધામ ઝડપી પાડેલ છે.

- Advertisement -

વિગત મુજબ ભાણવડ પીએસઆઇ એન.એચ.જોષી સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન હેડ.કોન્સ કાનાભાઇ માડમ તથા કોન્સ.ખીમભાઇ કરમુરને મળેલી ચોક્કસ બાતમી મુજબ તાલુકાના કાટકોલા ગામની કરાર સીમમાં મયુર મુરૂભાઇ ગાગીયાની કબ્જા ભોગવટાની વાડીમાં ગામના સરપંચ યોગેશ દાનાભાઇ કરમુર તથા મંગા અરસીભાઇ કરમુર પોતાના અંગત લાભ માટે બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે નાલ ઉઘરાવીને પાટલા નામનો જુગાર રમાડી રહ્યા છે જેથી પીએસઆઇ જોષી, સર્વેલન્સ સ્કવોડના એએસઆઇ એલ.એલ.ગઢવી, હેડકોન્સ.કિશોરભાઇ નંદાણિયા, કાનાભાઇ માડમ, જયદેવસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા, પરેશભાઇ સાંજવા, કનુભાઇ મકવાણા, દુદાભાઇ લુવા, ડ્રા.હેડ કોન્સ.પબાભાઇ કોડિયાતર તથા કોન્સ.ખીમાભાઇ કરમુર, કિશોરસિંહ જાડેજા, ભરતભાઇ સભાડ, વિપુલભાઇ મોરી સહિતના સ્ટાફે બાતમીના સ્થળે રેડ કરતા 12 શખ્સો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા જ્યારે 4 શખ્સો નાસી છુટવામાં સફળ રહ્યા હતા.

- Advertisement -

ઝડપાયેલા શખ્સોમાં અનિલ બાબુભાઇ ભુત રહે.લાલપુર, સાગર જનકભાઇ ચૂડાસમા રહે.તરસાઇ, જીજ્ઞેશ ગોરધનભાઇ ચૂડાસમા રહે.તરસાઇ, પ્રવિણ કારા બગીયા રહે.તરસાઇ, માલદે લાખા ભાટીયા રહે.કાટકોલા, દિનેશ નારણ વાઢીયા રહે.તરસાઇ, પુનિત કનુભાઇ મકવાણા રહે.તરસાઇ, નાગજી ઉર્ફે નાગાજણ ખીમજી વાઢીયા રહે.તરસાઇ, દિનેશ કેશવ ડાભી રહે.વાંસજાળિયા, અશોકભારથી રમણીકભારથી ગૌસ્વામી રહે.લાલપુર, મુકેશ જેન્તીભાલ કક્કડ રહે.વાંસજાળિયા, હેમંત પાલાભાઇ ગાગીયા રહે. કાટકોલાનો સમાવેશ થાય છે જ્યારે નાસી છુટેલા શખ્સોમાં યોગેશ દાનાભાઇ કરમુર, મંગાભાઇ અરસીભાઇ કરમુર, મયુર દાનાભાઇ કરમુર અને ગોકુલ ઉર્ફે ગોગો લખુભાઇ કોળી રહે.તમામ કાટકોલા તેમજ તપાસમાં ખુલે તે તમામ અજાણ્યા શખ્સોનો સમાવેશ થાય છે.

દરોડા દરમિયાન સ્થળ પરથી ઝડપાયેલ મુદ્દામાલમાં રોકડા રૂા.63,300 મોબાઇલ નંગ-14 કિંમત રૂા.22,000 મોટર સાઇકલ નંગ-4 કિંમત રૂા.95000 તથા ફોર વ્હીલર કાર નંગ-2 કિંમત રૂા.5 લાખ સહિત કુલ રૂા.6,80,300નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. અને તમામ વિરૂધ્ધ જુગારધારા ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular