જામનગરના આંગણે ભાગ્યલક્ષ્મી એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના ચેરમેન અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત કથના શ્રવણ માટે લોકડાયરા સહિતના કાર્યક્રમોમાં ગુજરાતભરમાંથી અનેક આગેવાનો સંતો-મહંતો વગેરે ઉપસ્થિત રહે છે. ત્યારે ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે જામનગર આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ. દેવપ્રસાદજી મહારાજ, જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, સીટી ઇજનેર ભાવેશભાઇ જાની, નોબત દૈનિકના ચેતનભાઇ માધવાણી, ધારાસભ્ય વાસણભાઇ આહિર, પૂર્વમંત્રી આત્મારામભાઇ પરમાર સહિતના મહાનુભાવો કથા મંડપમાં ઉપસ્થિત રહી વ્યાસપીઠનું પૂજન કર્યું હતું તેમજ ભાગવત કથાનું શ્રવણ કર્યું હતું.