Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરફાયર એનઓસી સહિતના મુદે જામનગરમાં બેઠક રેસ્ટોરન્ટ સિલ - VIDEO

ફાયર એનઓસી સહિતના મુદે જામનગરમાં બેઠક રેસ્ટોરન્ટ સિલ – VIDEO

ફાયરના સાધનો, બાંધકામ મંજુરી તથા બીયુ મંજૂરીનો અભાવ :એસ્ટેટ તથા ફાયર શાખા દ્વારા કાર્યવાહી : 40થી વધુ હોટલ-રેસ્ટોરન્ટની યાદી તૈયાર કરી ચેકિંગ કામગીરી : અત્યાર સુધીમાં દોઢસોથી વધુ નોટીસો ફટકારી હોવાના અહેવાલ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજરોજ શહેરના સાધના કોલોની રોડ પર આવેલ બેઠક રેસ્ટોરન્ટમાં ફાયર એનઓસી, બાંધકામ મંજૂરી સહિતના ડોક્યુમેન્ટોના અભાવે હોટલને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ હોટલ સંચાલકને આ અંગે નોટીસ પણ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર શહેરમાં અંદાજિત 40 જેટલા હોટલ-રેસ્ટોરન્ટની યાદી પણ તૈયાર કરી તમામનું ચેકિંગ હાથ ધરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

- Advertisement -

રાજકોટમાં ગેમઝોનમાં સર્જાયેલી દુર્ઘટના બાદ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર પણ સજાગ થયું છે અને શહેરમાં આવેલ તમામ હોસ્પિટલો, રેસ્ટોરન્ટ, હોટલો કોમર્શિયલ કોમ્પ્લેકસો સહીતના સ્થળોએ વિવિધ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની દેખરેખ હેઠળ સીટી એન્જિનિયર ભાવેશ જાનીના તાબા હેઠળ આઠ જેટલી ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી રહી છે. તેમજ ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્ર્નોઇના માર્ગદર્શન હેઠળ ફાયર સેફટી સહિતની બાબતોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ટીમો દ્વારા છેલ્લા 48 કલાક દરમિયાન ખાનગી હોસ્પિટલ હોટલો, ધાબા રેસ્ટોરન્ટમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. મળતી વિગત અનુસાર જામનગર શહેરની લગભગ 40 જેટલા હોટલ રેસ્ટોરન્ટની યાદી બનાવવામાં આવી છે. જેનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા એસ્ટેટ શાખાના નીતિન દિક્ષીત, સુનિલભાઇ ભાનુશાળી, અનવર ગજ્જણ સહિતના અધિકારીઓની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આજે સવારે શહેરના સાધના કોલોની વિસ્તારમાં પંપહાઉસ નજીક આવેલ બેઠક રેસ્ટોરન્ટમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આ બેઠક રેસ્ટોરન્ટમાં ફાયર એનઓસી મેળવેલ ન હોય તેમજ કોઇપણ જાતની ફાયર સિસ્ટમ વ્યવસ્થા કે ફાયર આલાર્મ કે ડિટેકટર સિસ્ટમ તથા ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા પણ ન હોય. આ ઉપરાંત બાંધકામ મંજૂરી અને બીયુ મંજૂરી પણ મેળવેલ ન હોય. ટેમ્પરરી સ્ટક્રચર ધરાવતા બેઠક રેસ્ટોરન્ટને સીલ કરી નોટીસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય રેસ્ટોરન્ટોમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. મળતી વિગત અનુસાર અત્યાર સુધીમાં હાથ ધરાયેલા ચેકીંગમાં અંદાજીત 150થી વધુ નોટીસો ફટકારવામાં આવી છે. શહેરના તમામ 16 વોર્ડમાં આઠ જેટલી ટીમો દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular