Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રેષ્ઠ ગણપતિ મહોત્સવ સન્માન સમારોહ

ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રેષ્ઠ ગણપતિ મહોત્સવ સન્માન સમારોહ

- Advertisement -

છોટીકાશીનું બીરૂદ ધરાવતા જામનગરમાં વર્ષોની પરંપરા મુજબ ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ શ્રેષ્ઠ ગણપતિ મહોત્સવ 2021નું આયોજન ધારાસભ્ય અને સંસ્થાના ચેરમેન ધર્મેન્દ્ર્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) દ્વારા કરવામાં આવ્યું છે. શ્રેષ્ઠ ગણપતી મહોત્સવ સ્પર્ધાનો હેતું હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાને પ્રોત્સાહિત કરવા છે. આ સ્પર્ધામાં જામનગર શહેરમાં ગણેશજીની સ્થાપના કરતા મંડળોને પ્રોત્સાહન આપવા તેમજ વર્તમાન કોરોનાની મહામારી વચ્ચે સમાજ ઉપયોગી ધાર્મિક્તાની સાથે સેવા કરનારને પ્રોત્સાહીત કરવા માટે શિલ્ડ આપી સન્માનવા જુદા-જુદા પાંચ સ્થળોએ કાર્યક્રમો રાખવામાં આવ્યાં છે.

જેમાં વોર્ડનં. 1,2,3 માટે તા.23 સપ્ટેમ્બરના રોજ ગુર્જર સુથારની વાડી, ગાંધીનગર રોડ ખાતે સાંજે 5 કલાકે, વોર્ડ નં. 4 અને 10 માટે તા.23 સપ્ટેમ્બરના રોજ સ્વામી વિવેકાનંદ સેન્ટર, સ્વામીનારાયણનગર રોડ ખાતે સાંજે 6 કલાકે, વોર્ડનં. 5,6,7,9 માટે તા.24 સપ્ટેમ્બરના રોજ રાજય પુરોહીત બ્રાહમણ વાડી, મેર સમાજ સામે, ખોડીયાર કોલોની રોડ ખાતે સાંજે પ કલાકે, વોર્ડનં. 11 અને 12 માટે તા.24 સપ્ટેમ્બરના રોજ સતવારા સમાજની વાડી, ગુલાબનગર રોડ ખાતે સાંજે 6 કલાકે, વોર્ડનં. 8,15 અને 16 માટે તા.25 સપ્ટેમ્બરના રોજ મારૂ કંસારા હોલ, રણજીતસાગર રોડ ખાતે સાંજે 5:30 કલાકે સન્માન સમારોહ યોજાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular