હોળી ધુળેટી આવે એટલે કેસુડાના રંગથી ખેલૈયાઓ રંગોત્સવ મનાવતા હોય છે. ત્યારે વનવાસી સમાજનાં પૂર્વજોએ આ વનસ્પતિનાં ઔષધી ઉપયોગને જાણીને તેને ધર્મ સાથે વણી લીધાં હતાં. જેથી સમાજમાં દરેકનું આરોગ્ય સારુ રહે. કેસુડાના રંગબેરંગી ફૂલો વગરની ધુળેટી અધૂરી ગણવામાં આવે છે. આદિકાળથી પ્રાકૃતિક રંગો સાથે હોળીની ઉજવણી થતી આવી છે અને અંતરિયાળ વિસ્તારમાં વનવાસી લોકો હોળી પર્વએ કેસુડા ઉપર જ નિર્ભય રહેતા હોય છે. આ અંતરિયાળ વિસ્તારના લોકો કૃત્રિમ રંગોનો ઉપયોગ કરતા નથી. વૈષ્ણ મંદિરો અને વ્રજભૂમિમાં રંગોત્સવ કેસુડાના ફૂલોનાં રંગથી જ મનાવવામાં આવતો હોય છે.
કેસુડાના ફૂલ ઉનાળાની શરુઆતથી જ ખીલવા લાગે છે, કેસરી રંગોથી રંગાઈ જતા કેસુડાના ફૂલ સ્વાસ્થ્ય માટે ખુબજ ગુણકારી માનવામાં આવે છે. આયુર્વેદના જાણકારોએ ચામડીને તેનાથી કેટલો ફાયદો થાય છે તેની માહિતી આપી છે. કેસુડો કે જેને પલાશના નામથી પણ ઓળખવામાં આવે છે, તેને આયુર્વેદના જાણકારો ગુણોનો ભંડાર પણ માને છે. હોળીના તહેવારમાં પણ ભગવાન માટે કેસુડાના ફૂલોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ જ ફૂલો ચામડીના રોગો સહિત અનેક બીમારીઓનો લાજવાબ ઈલાજ તરીકે પણ કેસુડાના ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં મોટા પ્રમાણમાં કેસુડાના ઝાડ જોવા મળે છે.
કેસુડાના રંગો કુદરતી છે, જેનાથી નુકસાન થતું નથી અને તેના ઉપયોગથી શરીરમાં ઠંડક પ્રસરે છે. તેના ઉપયોગથી પિત્તમાં શાંતિ આપે છે. લોહીને લગતા રોગોમાં પણ કેસુડાથી લાભ થાય છે. કેસુડાના ફુલનો ઉપયોગ કરવાથી ચામડી રોગો દૂર થવાથી સાથે સ્વાસ્થ્યને લાભદાયી નીવડે છે.
ફાગણ માસમાં ખાખરાના વૃક્ષ ઉપર આવતાં ફૂલને કેસુડો એટલે કે પલાશ પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. કેસુડો ઔષધિય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. રંગોના પર્વ હોળી ધૂળેટી પૂર્વે કેસુડો પૂરબહારમાં ખીલી ઉઠતો હોય છે.પથ્થર,પાણી અને કુદરતી વનરાજી ધરાવતાં પંચમહાલ જિલ્લામાં હાલ કેસુડો જ્યાં નજર કરો ત્યાં કેસરી રંગના પુષ્પો સ્વરૂપે ખીલી ઉઠ્યો છે.ત્યારે આગામી હોળી ધૂળેટી પર્વમાં કેસૂડોના પુષ્પો થકી ઉજવણી કરી ચામડી અને આંખને થતાં નુકશાનથી બચવા તેનો ઉપયોગ કરવા માટે સૌને અપીલ કરવામાં આવતી હોય છે.
કેસુડો ઔષધિ તરીકે પણ લાભદાઈ અને ગુણકારી છે. કેસુડાના પાણીથી નહાવામાં આવે તો ચામડીના રોગો દૂર થાય છે. તેના પાનનો ઉપયોગથી પેટના રોગો દૂર થાય છે. ધૂળેટીમાં કેમિલક યુક્ત રંગોના કારણે ચામડીના રોગોની સાથે આંખોને નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે, આવામાં કેસુડો જેવા ઔષધિ ગુણો ધરાવતા રંગોનો ઉપયોગ કરવો જોઈએ.
પેટ સંબંધિત સમસ્યા કેસૂડાના બીજનું સેવન કરવા થી પેટ સંબંધિત અનેક સમસ્યાઓ માંથી રાહત મળે છે. કેસૂડાના બીજ પેટના કૃમિ ના ઉપચારમાં પણ મદદરૂપ છે.
સોજામાં અસરકારક કેસૂડા ના ફૂલમાં મિથેનો લિક અર્ક હોય છે. આ અર્કમાં બળતરા વિરોધી ગુણધર્મો જોવા મળે છે. આ ઘા ને કારણે થતા સોજાને ઘટાડવા માં મદદરૂપ થઈ શકે છે.
જો નાના બાળકો ને કેસુડા ના ફૂલથી સ્નાન કરવા માં આવે તો બાળકો ની સ્કીન પણ ખૂબ જ સારી રહે છે.
વસંત ઋતુથી જ કેસુડાની શોભા ખીલી ઉઠે છે
પાનખર ઋતુમાં ખાખરનાં વૃક્ષો ઉપરનાં પાન ખરી જતા હોય છે અને તેનાં ઉપર કેસરી ફૂલો લાગતાં જ આ ખાખરનું વૃક્ષ – કેસુડો સોળે શણગાર સજીને ખીલી ઉઠે છે અને વનની શોભા વધારે છે. અંતરિયાળ વિસ્તારોમાં કેસુડાના વૃક્ષો જોવા મળતા હોય છે અને શિયાળા બાદ પાનખર ઋતુ આવતી હોય છે, ત્યારે જ કેસુડાના વૃક્ષ ઉપર ફૂલ આવે છે અને કેસુડો કેસરી ફૂલોથી સુશોભિત થતો હોય છે અને સમગ્ર વનનાં માથે કેસરિયો મુગટ બની રહી વનની શોભા વધારતો હોય છે.
કેસુડાથી કેટલાય રોગો નાશ પામે છે
પોતાની ત્વચા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કેસુડો ખૂબ જ ફળદાયી સાબિત થતો હોવાનું. કેસુડાના ફૂલનો ભૂકો કરી તેને સાકર સાથે મિલાવીને નિયમિત રીતે તેનું સેવન કરવામાં આવે તો જળ મૂળમાંથી ડાયાબિટીસનો રોગ મળી જતો હોવાનું, આંખોનાં રોગો માટે પણ કેસુડાના મૂળનું એક ટીપું નાખવાથી આંખોની બીમારી પણ દૂર થતી હોવાનું, થાઇરોડના રોગમાં પણ કેસુડાની જાળી અથવા તો મૂડીને ઘસીને થાઇરોડવાળી જગ્યાએ લેપ લગાવવાથી ફાયદો થાતો હોવાનું, કેસુડાના મૂળને તાજા તોડીને તેનો રસ કાઢીને નાગરવેલના પાન સાથે ખાવાથી પાચન શક્તિમાં પણ ફાયદો થતો હોવાનું ઔષધિય નિષ્ણાતો માને છે.
વસંત ઋતુમાં જ ખીલતા કેસૂડાંના ફૂલ ઔષધિય રીતે ઉપયોગી
ગ્રામ્ય વિસ્તારમાં લોકો ધુળેટી કેસુડાના ફૂલોથી જ રમતા અને કેસુડાના ફૂલો ઉનાળાના દિવસોમાં વન વિસ્તારોની શોભા વધારે છે. પરંતુ આયુર્વેદિક રીતે પણ કેસુડાના ફૂલ ખૂબ જ ગુણકારી હોય છે. કેસુડાના ફૂલ ચામડીના રોગો માટે ખૂબ જ અકસીર ઔષધી ગણવામાં આવે છે. જો નાના બાળકોને કેસુડાના ફૂલથી સ્નાન કરવામાં આવે તો આ બાળકોની સ્કીન પણ ખૂબ જ સારી રહે છે. તેમજ તેની તંદુરસ્તી પણ ખૂબ જ સારી રહેતી હોય છે અને તેની રોગપ્રતિકારક શક્તિ પણ વધતી હોય છે.
ઉનાળામાં કેસુડાના ફૂલની શીતળ છાયા
પાનખરની અંદર વૃક્ષો ઉપરથી ફૂલો અને પાંદડાં ખરી પડતા હોય છે. પરંતુ કેસુડાના વૃક્ષ ઉપર ફૂલ ખીલતા હોય છે. કેસુડાના ફૂલને સુકવીને તેનો પાવડર બનાવવામાં આવે અને તે પાવડર સ્નાન કરતી વખતે અથવા તો મો ધોતી વખતે તેનો ઉપયોગ કરવામાં આવે તો ત્વચા પણ ખીલી ઉઠે છે અને કોઈપણ પ્રકારનો ચામડીનો રોગ ઉદ્દભવતો નથી
કેસુડાના ઝાડ માત્ર ગુજરાત નહીં પરંતુ ભારતભરમાં જાણીતા છે. કેસુડાના ફૂલમાં રહેલા ગુણો થી કેટલાય રોગમાં પણ ઈલાજ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.કેસુડાના સૂકા ફૂલ ઉનાળા દરમિયાન નહાતી વખતે ઉપયોગમાં લેવાથી પણ તેનાથી ફાયદા થતાં હોય છે.


