શિયાળાને સ્વાસ્થ્ય બનાવવા માટે ઉત્તમ ઋતુ માનવામાં આવે છે. શિયાળામાં ઘણાં નવા ફળો આવે છે. ત્યારે જામફળ ને શિયાળાનું પ્રીય ફળ માનવામાં આવે છ. તો ચાલો જાણીએ શિયાળામાં જામફળ ખાવાના ફાયદા શું છે..??
ડો. દેબજાની બેનર્જી કહે છે કે જામફળ ખાવાથી શરીરની ઈમ્યુનિટી વધે છે. જામફળમાં વિટામિન સી હોય છે જે સંતરા કરતા પણ વધુ જોવા મળે છે એક સંતરામાં 51 મિલીગ્રામ વિટામિન સી હોય છે જ્યારે જામફળમાં 125 મીલીગ્રામ થી પણ વધુ જોવા મળે છે. શિયાળામાં શરીરને રોગપ્રતિકારક શકિત વધુ હોવી જરૂરહી છે. કા.કે. આ સીઝનમાં ઈન્ફેકશનના કારણે લોકો વારેવાર બિમાર પડે છે. જામફળ એ ફાયબરનો ઉત્તમ સ્ત્રોત છે. ફાયબર લેવાથી પેટ ભરેલું લાગે છે. જેથી વજન ઘટાડવામાં પણ જામફળ મહત્વનું છે અને તેમાં કેલેરી પણ ઓછી હોય છે.
જામફળ હૃદય માટે પણ સારું છે. તેમાં પોટેશિયમ હોય છે. જેનાથી બ્લ્ડપ્રેસર ઘટે છે. આમ શિયાળામાં તમારા દિલનું ધ્યાન રાખવા જામફળ ખાવું જોઇએ. ડાયાબિટીસના મરીજો પણ જામફળ ખાઇ શકે છે. પરંતુ, તેને વધુ માત્રામાં ન લેવું જોઇએ. વધુ લેવાથી ગેસ, પેટદર્દ અને ડાયેરીયા થઇ શકે છે. આ ઉપરાંત પ્રેગ્નેટ મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ, બીપીના દર્દીઓએ ડોકટરની સલાહ મુજબ સેવન કરવું જોઇએ.
(અસ્વીકરણ : સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે તે કોઇ પણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)