Sunday, December 22, 2024
Homeરાજ્યડીઆરડીએ શાખામાં સમયસર ભંડોળ ન મળતા લાભાર્થીઓ હેરાન હોવા અંગે રજૂઆત

ડીઆરડીએ શાખામાં સમયસર ભંડોળ ન મળતા લાભાર્થીઓ હેરાન હોવા અંગે રજૂઆત

- Advertisement -

ભાણવડ તાલુકા પંચાયત હસ્તકના ડીઆરડીએ શાખામાં વિવિધ સરકારની યોજના જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના મનરેગા યોજના જેવી મહત્વની યોજનામાં લાભાર્થીઓને સમયસર તહેવારના સમયે નાણાં ન મળતા લાભાર્થીઓની હાલત ખૂબ જ દયનીય બની છે.

- Advertisement -

પ્રમુખની રજૂઆતમાં જણાવેલ કે, સંબંધિત સક્ષમ અધિકારી કર્મચારીઓ પાસેથી જાણવા મળેલ વિગત પ્રમાણે તાલુકા કક્ષાએ નાણાં ભંડોળની દરખાસ્ત કરી હતી. પરંતુ જિલ્લા કક્ષાએથી ભંડોળ મળતું નથી તેમ તાલુકા કક્ષાના અધિકારી પાસે જાણવા મળ્યું હતું.

પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ મનરેગા યોજનાના લાભાર્થીઓને તાલુકા કક્ષાએ સમયસર ભંડોળી આપી લાભાર્થી સમયસર નાણા મળે તેવી લેખિત રજૂઆત કરી હતી. વધુમાં જણાવેલ કે, સંપૂર્ણ ગાઈડલાઈન પ્રમાણે અમલીકરણ કરવામાં આવે તો અને માત્ર તો જ બાકી તો માત્ર કાગળ ઉપર ખૂબ જ સરસ રૂડુ રૂપાળુ ચિત્ર બનાવવા માટે હોય તેમ જણાય છે.

- Advertisement -

વહેલી તકે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને કરતાં તેમજ મનરેગા યોજનાના રોજમદારોને તાકીદે નાણાં ચૂકવવા રજૂઆત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular