આગામી તા. 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકામાં તેમના આગમન પૂર્વે સમગ્ર નગરી રોશનીથી ઝળહળી ઉઠી છે. દ્વારકામાં વડાપ્રધાનના આગમનના પગલે સમગ્ર પંથકમાં અનેરા ઉત્સાહ વચ્ચે ગોમતી ઘાટ ખાતે મહાઆરતી તેમજ દ્વારકાધીશ મંદિર, સુદામા સેતુ, વિગેરે સ્થળોને શણગારવામાં આવ્યા છે.