પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતના પ્રવાસે છે. પીએમ સાંજે ગુજરાત પહોંચશે અને સૌપ્રથમ ગાંધીનગર જઈને શિક્ષણ વિભાગના કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે. આ પછી, 19 એપ્રિલે, તેઓ દિયોદરમાં બનાસ ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અને મહિલા સંમેલનને સંબોધશે. બપોરે 1:20 કલાકે તેઓ જામનગરમાં આવશે અને WHOના સહયોગથી બની રહેલા આયુર્વેદિક કેન્દ્રનો શિલાન્યાસ પણ કરશે.
Starting tomorrow, 18th April, I will be on a two day visit to Gujarat during which I will join programmes in Gandhinagar, Banaskantha, Jamnagar and Dahod. These programmes will cover different sectors and will boost ‘Ease of Living’ for people. https://t.co/0CINQbss8S
— Narendra Modi (@narendramodi) April 17, 2022
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેવાનાં છે. આ સેન્ટરની મુલાકાત પહેલા નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સેન્ટરને નવું નામ આપ્યું છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને તેઓએ ગુજરાતી ભાષામાં “વિદ્યા સમીક્ષા કેન્દ્ર” નામ આપ્યું છે. તેઓ આજે દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરાશે.
PM મોદી વિદ્યા સમીક્ષા કેન્દ્રના ડેસ્ક બોર્ડની કામગીરી ઉપરાંત વિવિધ પ્રેઝન્ટેશન નિહાળશે. પીએમ મોદી રાજ્યની શિક્ષણ વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે. મોદી વિદ્યા સમીક્ષા કેન્દ્રથી રાજ્યની સ્કૂલોના શિક્ષક અને વાલી સાથે નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ વાર્તાલાપ કરશે રાજ્યની ખાનગી અને સરકારી મળીને કુલ 54 હજાર શાળાના 1.15 કરોડ વિદ્યાર્થીઓનું મોનિટરિંગ વિદ્યા સમીક્ષા કેન્દ્ર મારફતે થાય છે.