Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયદબંગગીરી !, પોલીસકર્મીઓને માર મારી વર્દી ફાડી નાખી VIDEO વાયરલ

દબંગગીરી !, પોલીસકર્મીઓને માર મારી વર્દી ફાડી નાખી VIDEO વાયરલ

ઉત્તરપ્રદેશના હરદોઇ જીલ્લામાં અમુક શખ્સોએ પોલીસ સાથે મારામારી કરી તેની વર્દી ફાડી નાખ્યાની શરમજનક ઘટના સામે આવી છે. કોતવાલી શહેરમાં આ મારામારી થઇ હતી.  ગુરુગુજા ગામ પાસે બે કોન્સ્ટેબલ ડ્યુટી પર જઇ રહ્યા હતા તે દરમિયાન ધુ સ્પીડમાં કારને ઓવરટેક કરવાને લઈને કારમાં સવાર ત્રણ યુવકો સાથે બોલાચાલી થઈ હતી. અને શખ્સોએ પોલીસને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

- Advertisement -

ભીમ ગુપ્તા, મનીષ સિંહ અને અમિત ત્રિવેદીએ કોન્સ્ટેબલ રાહુલ ગૌતમ અને હોમગાર્ડ નીરજ અવસ્થી સાથે બોલાચાલી કરી માર માર્યો હતો. અને પોલીસકર્મીની વર્દી ફાડી નાંખી હતી. આ ઘટના અંગે જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને બે શખ્સોને કસ્ટડીમાં લીધા છે જ્યારે ત્રીજો ફરાર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular