Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયડોલરને પછાડી ચીનનું ચલણ યુઆન આખી દુનિયામાં છવાઇ જશે !

ડોલરને પછાડી ચીનનું ચલણ યુઆન આખી દુનિયામાં છવાઇ જશે !

- Advertisement -

બે દિવસ પહેલા સ્વિફ્ટ સિસ્ટમ સાથે ચીનના કરારને નિષ્ણાંતો દ્વારા આંતરરાષ્ટ્રીય વેપારમાં ડોલરનું મૂલ્ય ઘટાડવાનો એક નક્કર પ્રયાસ તરીકે વર્ણવવામાં આવ્યો છે. નાણાકીય બજારોમાં ડોલરનું વર્ચસ્વ તોડવા માટે ચીન ઘણો સમય પસાર કરી રહ્યો છે. આ માટે તેણે મ્યુચ્યુઅલ કરન્સીમાં આયાત અને નિકાસ ચૂકવવા માટે ઘણા દેશો સાથે કરાર કર્યા હતા.

- Advertisement -

પરંતુ સોસાયટી ફોર વર્લ્ડવાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્સિયલ ટેલિકમ્યુનિકેશન સાથેના તેના કરારને આવા પ્રયત્નોને બહુપક્ષીકરણ તરફ લાવવાનું એક મોટું પગલું ગણાવ્યું છે. વિશ્લેષકો કહે છે કે જો ચીનનો આ પ્રયાસ સફળ રહ્યો તો તે એક મોટી વૈશ્વિક નાણાકીય શક્તિ બનવાનો માર્ગ પણ ખોલશે.

આ કરાર ડિજિટલ ચલણના વૈશ્વિક વપરાશને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના અહેવાલ મુજબ, સ્વીફ્ટ અને ચીનની મધ્યસ્થ બેંક હેઠળ ડિજિટલ કરન્સી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ક્લિયરિંગ સેંટરએ સંયુક્ત સાહસની રચના કરી છે. સ્વીફ્ટ એ આંતરરાષ્ટ્રીય ચુકવણીની એક સિસ્ટમ છે, જેમાં ચુકવણીનું ચલણ ડોલર છે.

- Advertisement -

સંયુક્ત સાહસનું નામ ફાઇનાન્સિયલ ગેટવે ઇન્ફર્મેશન સર્વિસ હશે. ગ્લોબલ ટાઇમ્સ અનુસાર, આ સંયુક્ત સાહસ ફક્ત 16 જાન્યુઆરીએ જ અસ્તિત્વમાં આવ્યું છે. તે 10 કરોડ યુરો (લગભગ 12 મિલિયન ડોલર) ની નોંધાયેલ મૂડી સાથે રચાયેલ છે.

યુ.એસ. વેબસાઇટ એક્સિયોસ.કોમએ એક અહેવાલમાં જણાવ્યું છે કે, સેન્ટ્રલ બેંકની મદદથી ચીને ડિજિટલ ચલણના વિકાસમાં અમેરિકાને પાછળ છોડી દીધું છે. તેનો અર્થ એ પણ છે કે ભવિષ્યમાં તે વૈશ્વિક ચુકવણી અને નાણાકીય સમાધાનની બાબતમાં વિશ્વનું અગ્રેસર બનશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular