કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે રહેતા અશોકચંદ્ર કિશોરચંદ્ર દાસાણી નામના વેપારી આધેડની હર્ષદ ગામે દુકાનની બાજુમાં દુકાન ધરાવતા ગાંધવી ગામના આશિષ હર્ષદકુમાર દાસાણી અને નીરજ હર્ષદકુમાર દાસાણી નામના બે બંધુઓ દ્વારા વેપાર બાબતનું મનદુ:ખ રાખી અને લોખંડના પાઇપ અને લાકડી વડે બેફામ માર મારી, લોહી લુહાણ કરી મૂક્યાની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ બનાવમાં સામા પક્ષે નીરજ હર્ષદરાય દાસાણી દ્વારા અશોકચંદ્ર કિશોરચંદ્ર દાસાણી અને હેનીશ અશોકચંદ્ર દાસાણી સામે અવારનવાર થતા મનદુ:ખનો ખાર રાખી, બંને શખ્સો દ્વારા બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને લાકડી વડે હુમલો કરવામાં આવતા આ બનાવવા અંગે કલ્યાણપુર પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.