Friday, November 22, 2024
Homeહવામાનઆટલા દિવસ બાદ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો: હવામાન વિભાગની આગાહી

આટલા દિવસ બાદ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો: હવામાન વિભાગની આગાહી

- Advertisement -

ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વચ્ચે લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો પરંતુ રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ઠંડીનું જોર ઘટ્યું હતું. જેના કારણે લોકોને રાહત મળી હતી. હવે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે.

- Advertisement -

હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે  બે દિવસ રાજયમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે. પવનોની દિશા બદલાતા રાજ્યમાં સામાન્ય ઠંડીનું જોર ઘટ્યું હતુ. પરંતુ આવતીકાલથી ઠંડીનો પારો ઉંચકાશે.

જામનગર સહીત અનેક જગ્યાએ સવારે ધૂમસી વાતાવરણ સાથે ઠંડીનો એહસાસ થઈ રહ્યો છે. આજે જામનગરનું લઘુતમ તાપમાન 20 ડીગ્રી નોંધાયું છે. હાલના સંજોગોમાં રાજ્યમાં લઘુતમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચું રહેવાના કારણે વહેલી સવારે ઠંડી અને દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી બે દિવસ પવનની દિશા યથાવત રહશે. બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને ઠંડીનું જોર વધશે  તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular