Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બાઈક ચલાવતા હોવ તો ચેતી જજો.... VIDEO

જામનગરમાં બાઈક ચલાવતા હોવ તો ચેતી જજો…. VIDEO

શહેરમાં છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન જુદી-જુદી વાહન અકસ્માતની ઘટનાઓમાં ત્રણ વ્યક્તિઓના ભોગ લેવાયા છે

- Advertisement -

જામનગર શહેરમાં છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન જુદી-જુદી વાહન અકસ્માતની ઘટનાઓમાં ત્રણ વ્યક્તિઓના ભોગ લેવાયા છે. જેમાં ખોડિયાર કોલોનીમાં રસ્તો ક્રોસ કરતા આશાસ્પદ યુવાને વાહનચાલકે ઠોકરે ચડાવતા મોત નિપજ્યું હતું. જ્યારે બીજી ઘટના શહેરની મધ્યમાં આવેલા ત્રણબતી વિસ્તારમાં બાઇકચાલક વૃદ્ધને ડમ્પરે હડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને ત્રીજી ઘટના કાલાવડ બાયપાસ નજીક કેમિકલના ટેન્કરે એકસેસને હડફેટે લેતા મોત નિપજ્યાની ઘટના બની હતી. આ ત્રણેય અકસ્માતમાં મોટા વાહનોના ચાલકો બેફામ ચલાવતા હોય છે અને અકસ્માતને અંજામ આપતા હોય છે.

- Advertisement -

ગમખ્વાર અકસ્માતની ઘટનાઓમાં જામનગર શહેરમાં છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતાં. જે પૈકી ખોડિયાર કોલોની અને ત્રણબતી વિસ્તારની ઘટનાએ તો દરેક શહેરીજનોમાં ફફડાટ ફેલાવી દીધો છે. કેમ કે આ બંને અકસ્માતના કારણે બે વ્યક્તિઓના ભોગ લેવાાયા છે. દુ:ખદ અને આશ્ર્ચર્યજનક બાબત એ છે કે શહેરના ત્રણબતી જેવા ભરચકક વિસ્તારમાં બપોરના સમયે પૂરપાટ આવી રહેલા ડમ્પરે બાઈકસવારને ઠોકરે ચડાવ્યા હતાં. પ્રથમ ઘટનામાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રાત્રિના સમયે સ્તો ક્રોસ કરતા આશુતોષકુમાર વિજયકુમાર સિન્હા (ઉ.વ.45) નામનો યુવાન દવા લેવા જતો હતો તે દરમિયાન બેફિકરાઈથી આવી રહેલા અજાણ્યા વાહને યુવાનને ઠોકર મારી હડફેટે લેતા યુવાનનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ અકસ્માતના સીસીટીવી ફુટેજ પણ બહાર આવ્યા હતાં. યુવાનનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

- Advertisement -

બીજો બનાવ, જામનગર શહેરમાં મહિલા કોલેજ પાસે રહેતાં જયંતભાઇ કાંતિલાલ સંઘવી (ઉ.વ.69) નામના વૃદ્ધ તેના બાઇક પર ત્રણબતી પાસેથી શનિવારે બપોરના સમયે પસાર થતા હતાં તે દરમિયાન પૂરપાટ બેફીરાઈથી આવી રહેલા જીજે-10-ટીએકસ-9477 નંબરના ડમ્પર ટ્રકના ચાલકે વૃદ્ધના બાઈકને ઠોકર મારી હડફેટે લેતા વૃધ્ધનું શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક ડમ્પર મુકી પલાયન થઈ ગયો હતો. બાદમાં મૃતકના જમાઈ કલ્પેશભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.એન. જાડેજા તથા સ્ટાફે નાશી ગયેલા ડમ્પરના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

ત્રીજો બનાવ, જામનગરમાં ખંભાળિયા – બાયપાસ રોડ પર ઠેબા ચોકડી નજીક રવિવારે સવારના સમયે જીજે-10-સીએ-4890 નંબરના એકસેસ પર જતા ચાલકને પૂરપાટ આવી રહેલા જીજે-12-બીવાય-2754 નંબરના ટેન્કરચાલકે એકસેસને ઠોકર મારી હડફેટે લેતા ટેન્કરે એકટીવા ચાલકને 15 ફુટ સુધી ઢસડીયો હતો. જેના કારણે ચાલકને માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ ટેન્કરના તોતિંગ વ્હીલ હેઠળ ચગદાઈ જતાં મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટેન્કરચાલક પલાયન થઈ ગયો હતો. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. બનાવ અંગેની સુરેશભાઈ રાઠોડ દ્વારા જાણ કરાતા હેકો ડી. જી. ઝાલા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહન કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા અને ટેન્કરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular