Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરવરવાળા ઉર્ષમાં જતા યુવકનું કજુરડા નજીક અકસ્માતમાં મોત

વરવાળા ઉર્ષમાં જતા યુવકનું કજુરડા નજીક અકસ્માતમાં મોત

કાર અને બાઈક વચ્ચે અકસ્માત: બે યુવકોને ઈજા : પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો

- Advertisement -

ખંભાળિયા તાલુકાના ભરાણાથી વરવાળા ગામે ઉર્ષમાં જતાં બાઈકસવારને કજુરડાના પાટીયા પાસે કાર સાથે અકસ્માત થતા બાઈકસવાર યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકોને ઈજા પહોંચી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, ખંભાળિયા પંથકમાંથી વરવાળામાં યોજાનારા ઉર્ષ માટે યુવકો બાઈક પર જતાં હતાં ત્યારે આજે સવારે કજુરડાના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે ત્રિપલ સવારી બાઈક અને સ્વીફટ કાર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈકમાં બેસેલા એક યુવકને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકોને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં અને બનાવની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા અને કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular