ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની બાકીની મેચો સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં સંયુક્ત અરબ અમીરાત માં રમાઇ શકે છે. બાયો બબલ છતાં કેટલાક ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આઇપીએલની 14મી સિઝન સ્થગિત રખાઇ હતી. આ ટૂર્નામન્ટની 31 મેચો બાકી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, બીસીસીઆઇ હવે ટૂર્નામેન્ટની બાકીની મેચોનું આયોજન યુએઇમાં કરવા માંગે છે. વર્ષ 2020માં પણ ટૂર્નામન્ટની 13મી સિઝનનું આયોજન યુએઇમાં કરાયો હતો અને તે સિઝન સફળ પણ રહી હતી. ભારતીય ટીમ 2 જૂને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અને ઇંગ્લેન્ડ સાથે રમાનારી પાંચ મેચની સીરિઝ માટે ઇંગ્લેન્ડ પહોંચશે. ટીમ ઇન્ડિયા જૂનમાં ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ રમશે અને તે બાદ ટેસ્ટ સીરિઝ રમાશે. ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી સીરિઝની બીજી અને ત્રીજી ટેસ્ટ મેટ વચ્ચે 9 દિવસનું અંતર છે.
બીસીસીઆઇ ઇચ્છે છે કે, આ અંતરને ચાર પાંચ દિવસનો કરવામાં આવે, જેથી તેને આઇપીએલના આયોજન માટે ચાર કે પાંચ દિવસ મળી જાય. અહેવાસ અનુસાર, જો એવું નહીં થાય તો પણ બીસીસીઆઇ પાસે 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે એક મહિનાની વિન્ડો છે અને આ દરમિયાન આઇપીએલનું આયોજન સરળતાથી થઇ શકે છે. આ દરમિયાન ચાર વીક સુધી હેડરોનું આયોજન થશે. આવી રીતે 8 દિવસમાં 16 મેચ થઇ જશે અને પછી આયોજકોને ટૂર્નામેન્ટના સમાપન માટે સારો એવો સમય મળી જશે. આઇપીએલ 14ની બાકીની મેચો અંગે બીસીસીઆઇ 29 મેના રોજ જરૂરી જાહેરાત કરી શકે છે. આ દિવસે તેમની સ્પેશિયલ જનરલ મીટિંગ (એસજીએમ) થવાની છે.