જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રીનારી ગામમાં આવેલા બીએસએનએલના ટેલિફોન એક્સચેન્જ ની કચેરી ના તાળા તોડી તસ્કરો અંદરથી રૂપિયા 46 હજારની કિંમતના બેટરીના 23 નંગ શેલ ની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવાતા ચકચાર જાગી છે.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના રીનારી ગામમાં આવેલ બીએસએનએલ ની કચેરી એથી ગત તા.23 મે ના રોજ રાત્રિના નવ વાગ્યા આસપાસ કોઈ તસ્કરોએ તાળા તોડી નાખી અંદર પ્રવેશ મેળવી લીધો હતો અને હથિયાર વડે મેઈન ઓફિસના દરવાજાનું તાળુ તોડી મુખ્ય ઓફિસ મા પ્રવેશ કરી બેટરીના 23 નંગ સેલ ની ચોરી કરી લઇ ગયા હતા.
રૂા.2000 ની કિંમતના 23 સેલ કે જેની કુલ કિં.46000 થતી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જે ચોરીના બનાવ અંગે બીએસએનએલના જુનિયર ટેલિકોમ ઓફિસર બ્રિજમોહનલાલ સુવાલાલે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને ચોરીના મામલે અજાણ્યા શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.