આરિઝ ખાને ૧૩ સપ્ટેમ્બર ૨૦૦૮માં દિલ્હીમાં સીરિયલ બ્લાસ્ટ કર્યા હતા. જેમાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ૧૩૦ કરતાં વધુ લોકો ઘાયલ થયા હતા. જેના મુખ્ય આરોપી આરીઝ ખાનને આજે દિલ્હીની સાકેત કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આરિઝ ખાને ૧૩ સપ્ટેમ્બર ૨૦૦૮માં દિલ્હીમાં સીરિયલ બ્લાસ્ટ કર્યા હતા. જેમાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ૧૩૦ કરતાં વધુ લોકો ઘાયલ થયા હતા.
બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે 8 માર્ચના રોજ આતંકવાદી આરિઝ ખાનને દોષી ઠેરવ્યો હતો. જેને લઇને કોર્ટે આજે તેને ફાંસીની સજા ફટકારી છે. બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં જીવ ગુમાવનાર ઇન્સ્પેક્ટર મોહન શર્માની હત્યા માટે આતંકવાદી આરિઝ ખાનને દોષી ઠેરવવામાં આવ્યો છે. તે જ સમયે, આરિઝે પોલીસકર્મી બળવંતસિંહ-રાજવીરની પણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
બાટલાહાઉસ એનકાઉન્ટર કેસ શુ હતો ?
આરિઝ ખાને ૧૩ સપ્ટેમ્બર ૨૦૦૮માં દિલ્હીમાં સીરિયલ બ્લાસ્ટ કર્યા હતા. જેમાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ૧૩૦ કરતાં વધુ લોકો ઘાયલ થયા હતા. ૨૦૦૭માં ઉત્તર પ્રદેશમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં આરિઝ સંડોવાયેલો હતો.
દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ થયા પછી પોલીસને બાતમી મળી હતી કે આરિઝ ખાન તેના સાગરિતો સાથે બાટલા હાઉસમાં છુપાયો છે. ૧૯મી સપ્ટેમ્બર-૨૦૦૮માં પોલીસ અધિકારીઓ બાટલા હાઉસ પહોંચ્યા હતા. ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્માની આગેવાનીમાં પોલીસની ટીમ બાટલા હાઉસ પહોંચી તો આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે પણ વળતું ફાયરિંગ કર્યું હતું. પરંતુ આરિઝ ખાન ભાગવામાં સફળ રહ્યો હતો. એ પહેલાં તેણે મોહન ચંદ શર્મા પર ગોળીબાર કર્યો હતો. અને તેઓ ઘટના સ્થળે જ શહીદ થયા હતા.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ૨૦૧૮માં ફરાર આરિઝ ખાનની ધરપકડ કરી હતી. આરિઝ ખાન નેપાળમાંથી પકડાયો હતો. ત્યાં એ નામ બદલીને રહેતો હતો. પોલીસના રેકોર્ડ પ્રમાણે આરિઝ ખાને દેશમાં અલગ અલગ સ્થળોએ બ્લાસ્ટ કર્યા હતા, જેમાં લગભગ ૧૬૫ લોકોનાં મોત થયા છે. આરિઝ પર બોમ્બ વિસ્ફોટનો કેસ અલગથી ચાલી રહ્યો છે.