જો તમારી પાસે મે મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ હોય તો તેના માટે અત્યારે જ પ્લાનિંગ કરી લેજો. કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા મે મહિનામાં બેન્કોમાં આવતી રજાઓનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે મુજબ દેશના વિવિધ સ્થળોએ કુલ 13 દિવસ બેન્કો બંધ રહેશે. આરબીઆઈ કેલેન્ડર મુજબ મે મહિનાની શરૂઆતમાં જ ચાર દિવસ બેંકમાં રજા રહેશે. આ રજાઓ રાજ્યો અને ત્યાંના તહેવારો પ્રમાણે બદલાઈ શકે છે.
આરબીઆઈના કેલેન્ડર મુજબ મે મહિનામાં અલગ અલગ ઝોનમાં કુલ 13 દીવસ બેન્કો બંધ રહેશે.
1 મે 2022: મજૂર દિવસ / મહારાષ્ટ્ર દિવસ અને રવિવાર હોવાથી રજા રહેશે.
2 મે 2022: મહર્ષિ પરશુરામ જયંતિ – ઘણા રાજ્યોમાં રજા
3 મે, 2022: ઈદ-ઉલ-ફિત્ર, બસવ જયંતિ (કર્ણાટક)
4 મે 2022: ઈદ-ઉલ-ફિત્ર, (તેલંગાણા)
8 મે 2022 : રવિવાર
9 મે 2022: ગુરુ રવિન્દ્રનાથ જયંતિ – પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા
14 મે 2022: બેંકોમાં બીજા શનિવારે રજા
15 મે 2022 : રવિવાર
16 મે 2022: બુધ પૂર્ણિમા
22 મે 2022: રવિવાર
24 મે 2022: કાઝી નઝરુલ ઈસ્મલનો જન્મદિવસ – સિક્કિમ
28 મે 2022: ચોથા શનિવારે બેંકોમાં રજા
29 મે 2022 રવિવાર હોવાથી બેન્કો બંધ રહેશે.