Tuesday, December 24, 2024
HomeબિઝનેસStock Market Newsકેન્દ્રિય બજેટ બાદ ભારતીય શેરબજારમાં બેંકિંગ - ફાઈનાન્સ સેક્ટરની આગેવાની હેઠળ તેજી...

કેન્દ્રિય બજેટ બાદ ભારતીય શેરબજારમાં બેંકિંગ – ફાઈનાન્સ સેક્ટરની આગેવાની હેઠળ તેજી તરફી રૂખ…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૨.૨૦૨૨ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૮૬૨.૫૭ સામે ૫૯૨૯૩.૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૧૯૩.૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૨૫.૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૯૫.૭૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૫૫૮.૩૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૮૯.૦૦ સામે ૧૭૭૦૫.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૬૮૦.૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૯.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧૯.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૮૦૮.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. નાણા પ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા વર્ષ ૨૦૨૨-૨૩ માટેના કેન્દ્રિય બજેટમાં બજારને જેનો ડર હતો એવી કોઈ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ સહિતમાં નેગેટીવ ફેરફારો અપેક્ષા મુજબ નહીં લાવીને હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોને સરચાર્જમાં લાભ કરાવતી ૧૫% સીલિંગની જોગવાઈ કરીને એક રીતે ”સર્વાંગીલક્ષી” બજેટ રજૂ કરીને વિવિધ ઉદ્યોગો સ્ટીલ, સિમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રકચર, હાઉસીંગ ફાઈનાન્સ સહિત માટે પ્રોત્સાહનો જાહેર કરતાં ફંડો, મહારથીઓએ આજે શેરોમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં સતત બીજા તેજી તરફી માહોલ યથાવત રહ્યો હતો.

- Advertisement -

બજેટમાં મૂડી ખર્ચ પર ફોક્સ કરીને મૂડી ખર્ચમાં ૩૫.૪% વધારો કરાતા અને નાણાકીય વર્ષ ૨૦૨૩માં ૮%થી વધુ જીડીપી વૃદ્વિનો વિશ્વાસ મૂક્યા સાથે ૨૫,૦૦૦ કિલોમીટરના નવા રોડ કન્સ્ટ્રકશન સહિતના ઈન્ફ્રાસ્ટ્રકચરનો ચાલુ વર્ષ માટે જોગવાઈ વધારવા સાથે હાઉસીંગ ફાઈનાન્સ ક્ષેત્રે પીએમ આવાસ યોજના માટે રૂ.૪૮,૦૦૦ કરોડ જેટલી મોટી જોગવાઈ અને પીએસયુ ડિસઈન્વેસ્ટમેન્ટ માટેનો લક્ષ્યાંક રૂ.૬૫,૦૦૦ કરોડ કરવા, હેલ્થકેર ક્ષેત્રે નેશનલ ડિજિટલ હેલ્થ ઈકોસિસ્ટમ સહિતની જોગવાઈ અને પ્રોત્સાહનો સહિતની વિકાસલક્ષી જોગવાઈઓ લાવતાં બજેટને વધાવતા ભારતીય શેરબજારમાં તેજીનો અન્ડરટોન જળવાઈ રહ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, ફાઈનાન્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, રિયલ્ટી, આઇટી અને ટેક શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૬૨ અને વધનારની સંખ્યા ૨૨૯૯ રહી હતી, ૯૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૪૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશનમાં હિસ્સાના વેચાણ મારફત રૂ.૧ લાખ  કરોડ ઊભા કરવાની દરખાસ્ત વર્તમાન નાણાં વર્ષમાં શકય નહીં બનવાનું નાણાં પ્રધાન નિર્મલા સીતારામનના બજેટ ભાષણ પરથી સંકેત મળી રહ્યા છે. વર્તમાન નાણાં વર્ષમાં એલઆઈસીના જાહેર ભરણાંનું કદ કદાચ નીચું રહે તો પણ નવાઈ નહીં. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટેના બજેટની રજુઆત કરતી વેળા વર્તમાન નાણાં વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટસ મારફત રૂ.૭૮૦૦૦ કરોડ જ ઊભા થવાનો નાણાં પ્રધાને અંદાજ મૂકયો છે. વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૨૧ – ૨૨માં ડિસઈન્વેસ્ટમેન્ટસ મારફત રૂ. ૧.૭૫ લાખ કરોડ ઊભા થવાની સરકાર  ધારણાં રાખતી હતી. આમાંથી રૂ.૧ લાખ કરોડ એલઆઈસીના ભરણાં મારફત મેળવવાની સરકારની યોજના હતી.

વર્તમાન નાણાં વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટસ મારફત અત્યાર સુધીમાં રૂ.૧૨૦૦૦ કરોડ ઊભા કરી શકાયા છે. વર્ષ સમાપ્ત થવાને બે મહિના બાકી છે અને ડિસઈન્વેસ્ટમેન્ટસ મારફત નાણાં ઊભા કરવાનો અંદાજ ઘટાડી રૂ.૭૮૦૦૦ કરોડ કરાતા એલઆઈસીના આઈપીઓનું શું તેવો પ્રશ્ન કરાઈ રહ્યો છે. નાણાં પ્રધાને બજેટ ભાષણમાં એલઆઈસીનું ભરણું ટૂંક સમયમાં આવી રહ્યું છે, એમ જણાવ્યું હતું પરંતુ બીજી કોઈ વિગતો તેમણે પૂરી પાડી નહોતી. આગામી નાણાં વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટસ મારફત રૂ.૬૫૦૦૦ કરોડ ઊભા કરવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે તેથી આગામી દિવસોમાં તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૦૩.૦૨.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૨.૦૨.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૮૦૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૭૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૮૮૮ પોઈન્ટ થી ૧૭૯૦૯ પોઈન્ટ ૧૭૯૭૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૨.૦૨.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૯૪૫૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૯૧૯૦ પોઈન્ટના પ્રથમ અને ૩૮૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૯૬૦૬ પોઈન્ટ થી ૩૯૭૩૭ પોઈન્ટ, ૩૯૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૯૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૭૮૮ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૦૩ થી રૂ.૧૮૧૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એચડીએફસી બેન્ક ( ૧૫૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૦૫ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૮૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૫૩ થી રૂ.૧૫૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • મુથૂત ફાઈનાન્સ ( ૧૪૭૭ ) :- રૂ.૧૪૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૧૭ ના બીજા સપોર્ટથી ફાઈનાન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૯૭ થી રૂ.૧૫૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • લુપિન લિમિટેડ ( ૯૧૭ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૨૯ થી રૂ.૯૩૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૯૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • રામકો સિમેન્ટ ( ૮૯૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૭૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૦૩ થી રૂ.૯૧૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૭૮૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિયલ્ટી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૬૭ થી રૂ.૧૭૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસબીઆઈ લાઈફ ( ૧૨૨૩ ) :- રૂ.૧૨૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૨૦૮ થી રૂ.૧૧૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૧૭૨ ) :- આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૫૭ થી રૂ.૧૧૪૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૯૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૭૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૩૭ થી રૂ.૯૨૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૮૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી પોર્ટ ( ૭૪૪ ) :- રૂ.૭૬૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૭૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૩૭ થી રૂ.૭૨૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular