Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બેંક હડતાલ સજ્જડ, કરોડોનું ક્લિયરીંગ ઠપ્પ

જામનગરમાં બેંક હડતાલ સજ્જડ, કરોડોનું ક્લિયરીંગ ઠપ્પ

જામનગરમાં યુકો બેન્ક પાસે બેંક કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં કર્યા સૂત્રોચ્ચાર

- Advertisement -

ખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની બે દિવસની હડતાલનો આજથી પ્રારંભ થયો છે. આ હડતાલમાં જામનગરના પણ 400થી વધુ બેંક કર્મીઓ જોડાયા છે. હડતાલને કારણે બેંકનું કામકાજ ખોરવાઇ જતાં કરોડોનું ક્લિયરીંગ ઠપ્પ થયું છે. બેંક હડતાલને કારણે ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. જામનગરમાં ગુજરાત બેંક વર્કસ યુનિયનના નેજા હેઠળ બેંક કર્મચારીઓએ એકત્ર થઇને બેંક બચાવો, દેશ બચાવોના નારા સાથે બેંકોના ખાનગીકરણનો વિરોધ દર્શાવ્યો હતો.

- Advertisement -

દરમ્યાન બેંક હડતાલની પૂર્વ સંધ્યાએ ગુજરાત બેંક વર્કસ યુનિયનના જિલ્લા સંગઠન મંત્રી કુલિન ધોળકિયાની આગેવાનીમાં જામનગરના રાષ્ટ્રીયકૃત બેંકના કર્મીઓએ ખાનગીકરણના વિરોધમાં પ્રચંડ દેખાવો યોજેલ.આ કર્મીઓનું કહેવું એમ છે કે અમો લગભગ આ મુદ્દે 30 વર્ષથી લડતા આવ્યા છીએ.પરંતુ બેન્કોને ખાનગીક્ષેત્ર ને સોંપવાનું ભૂત જતું નથી.શુ દેશ નો ગરીબ વર્ગ બેંક સેવાથી વંચિત રહે,નાના વેપારીને લોન ન મળે,ખેડૂત ને લોન ન મળે, ઝીરો બલન્સથી ખાતું ન ખુલે,ને વરિષ્ટ નાગરિક કે જે વ્યાજ ઉપર નિર્ભર છે તેને વ્યાજ ન મળે એટલે ખાનગીકરણ કરી ને દેશ મોટા કોર્પોરેટ ઉદ્યોગ જેવાકે અદાણી, અંબાણીને 50, 000 કરોડ નો નફો કરતી બેન્કો ને ફૂંકી મારવી છે?આ તો રાષ્ટ્ર તથા લોકોને બચાવા માટેની લડત છે. અમો વડાપ્રધાન કે બષા સરકાર સામે નથી.157 લાખ કરોડની જે ગરીબ લોકોની બચત છે તે ખાનગીક્ષત્ર હસ્તક ન જાય એની લડત છે.

- Advertisement -

છેલ્લા 13 વર્ષ નો જ્ઞાયફિશિંદય પ્રોફિટ 15,97,458 કરોડ છે જેમાંથી લોનની જોગવાઈ 14,42,001 કરવી પડી ને 90 ટકા નફો જોગવાઈમાં ગયો.જે ખરાબ લોન છે. મોટા ઉદ્યોગને ખબર છે કે ફોજદારી ગુન્હો બનતો નથી એટલે લોન લો ને ના ભરોને વિદેશમાં જલસા કરો. સરકાર આ માટે ચાયને ના ભરતા લોકો સામે ફોજદારી ગુન્હો દાખલ કરતી નથી? ને ઉલટાનું પોતાનો હિસ્સો 51 ટકાથી ઘટાડી 26 % કરવા માંગે છે.પણ ખાનગી માલિકોને તો નફાનો જ ઉદેશ હોય છે અને મહામૂલી બચત ખાનગીક્ષેત્ર પોતાના માટે જ વાપરશે.જયારે ાદિં બેંક નબળી પડે કે ફડચામાં જાય ત્યારે સરકારી બેંક જ જવાબદારી લે છે. ખેતી, પાવર, રેલ, હેલ્થ, ઓઇલ, યમીભફશિંજ્ઞક્ષ, વીમો કોલ આ ક્ષેત્ર ઉપર ધ્યાન ન દેવાય તો દેશ પ્રગતિ નહીં કરે.ખાનગી ક્ષેત્રને કેમ મોટી લોન દેવા આદેશ નથી અપાતા? ઉયરફીહયિિં કે નાદાર થવાની લાઇન લાગી છે. 95ટકાની માંડવાળ થતી હોય તો જાહેર ક્ષેત્ર કેમ બચે. લોકોની બચતના રખેવાળ બનીને હડતાલ પાડીશુ. ખાનગીક્ષેત્રની 22 બેંકને જાહેરની 12 બેંક તોય શા માટે ખાનગીકરણ? આ સરકારે 8 લાખ કરોડ ક્ષાફ મંડવાડ કારેલ છે. ાળભ બેંક, લક્ષ્મી વિલાસ બેંક, યસ બેંકને ઉગારનાર આ જાહેરક્ષેત્ર જ છે.પણ આ સરકાર તો 100 વર્ષ જૂની રાષ્ટ્રીય સંપતીઓને વેચીને દેશ ચલાવવા માંગે છે.આ બધી રાષ્ટ્રીય સંપતિ ઉભી કરતા વારસો થયા છે.આ સરકારને કરિયાવર માં મળેલ નથી. બિશ નું 175 લાખ કરોડનું અનામત વાપરી જતી આ સરકાર દેશને પાયમાલ કરવા બેઠી છે? લોકોનો મોટા ભાગ નો વર્ગ ખાનગીકરણ થી વિરુદ્ધ છે આમ છતાં શા માટે આટલી બધી જીદ?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular