ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દોઢ કરોડની છેતરપિંડીના ગુનામાં નવ માસથી નાસતા ફરતા ચિટરને પોલીસે ઉત્તરપ્રદેશના કાનપુરમાંથી દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, વર્ષ 2024 માં ધ્રોલ તાલુકાના લતીપુરમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાના મેનેજરે સત્તાનો દૂરપયોગ કરી શાખાના ખાતેદારોના એકાઉન્ટમાંથી મંજૂરી વગર લોન લીમીટનો ઉપયોગ કરી કોઇપણ જાતના વાઉચર કે ચેક લીધા વગર ઓનલાઈન સીસ્ટમમાં ખોટા ટ્રાન્જેકશન કરી રૂા.1,56,57,993 ની માતબર રકમની ઉચાપાત કર્યાની નયનકુમારસીંગ રાધાવિનોદસીંગ (ઉ.વ.37) નામના મેનેજર વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદ બાદ નવ માસથી નાસતા ફરતા આરોપી મેનેજર અંગેની હેકો કે બી કામરીયા, પો.કો. અનિલભાઇ સોઢીયા, પો.કો. કરણભાઈ શિયારને મળેલી બામીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી આર બી દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એચ વી રાઠોડ, એએસઈ વનરાજભાઈ મકવાા, હેકો રાજેશભાઈ મકવાણા, હેકો કે ડી કામરીયા, લાખાભાઈ સોઢીયા, પો.કો. અનિલભાઇ સોઢીયા, કરણભાઈ શિયાર, મેહુલભાઈ જાદવ સહિતના સ્ટાફે ઉત્તરપ્રદેશના કાનપુર જીલ્લાના અર્જુનનગર વિનાયકનગરમાંથી નાસતા ફરતા બેંક મેનેજર નયનકુમાર સીંઘને દબોચી લઇ ધ્રોલ લઇ આવ્યા હતાં અને પૂછપરછ હાથ ધરી હતી.