જામનગરમાં બેંક કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU )ના નેજા હેઠળ આજે સવારે 10 વાગ્યે બેંક કર્મચારીઓએ બેંકોની બહાર દેખાવો કરી પોતાનો વિરોધ નોંધાવ્યો. બેંક કર્મચારીઓની મુખ્ય માંગ છે કે બેન્કિંગ ક્ષેત્રમાં પણ 5 દિવસની કામગીરીનો અમલ કરવામાં આવે, જેમ કે એલઆઈસી અને સ્ટોક એક્સચેન્જ સહિત અનેક ક્ષેત્રોમાં પહેલેથી જ અમલમાં છે. આ હડતાલ અને દેખાવો બેંક ઓફ ઈન્ડિયા, હોસ્પિટલ રોડ શાખા (આયુર્વેદ કોલેજ સામે) તથા રિલાયન્સ મોલ સામે યોજાયા હતા. કર્મચારીઓએ જણાવ્યું કે લાંબા સમયથી ચાલી રહેલી તેમની માંગોને લઈ સરકાર અને સંબંધિત સત્તાધીશો ગંભીરતા દાખવે અને બેન્કિંગ ક્ષેત્રમાં પણ સમાન નિયમો અમલમાં મૂકે તેવી તેમની માંગ છે.
View this post on Instagram


