અંબાજી મંદિરમાં મોબાઈલ પ્રતિબંધિત હોવા છતાં કેટલાક યાત્રિકો મંદિરમાં મોબાઇલ સાથે પ્રવેશતા હોવાની ફરિયાદો ઊઠી હોવાના લીધે અંબાજી મંદિરના વહીવટદારે ફરિયાદો બાદ સઘન સુરક્ષાના પીએસઆઇ અને જીઆઇએસએફના એસઓને સૂચના આપી છે. મંદિરના તમામ ગેટો પર યાત્રિકોની યોગ્ય ચકાસણી કર્યા બાદ મંદિરમાં મોબાઈલ વિના પ્રવેશવા દેવાની સૂચના આપી છે.
અંબાજી મંદિરના ગેટ નંબર 7 અને ગેટ નંબર 9થી યાત્રિકો મોબાઇલ લઈ પ્રવેશતા હોવાની ફરિયાદો ઊઠી હોવાના લીધે અંબાજી મંદિરના તમામ ગેટ પર યાત્રિકોની યોગ્ય ચકાસણી કરવા સઘન સુરક્ષાના અધિકારીઓને તાકીદ લેવા અંબાજી મંદિરના વહીવટદારે સૂચના આપી છે. હવે પછી કોઈ યાત્રિક અંબાજી મંદિરમાં મોબાઈલ સાથે પ્રવેશી ફોટોગ્રાફી કરતા હોવાનું માલુમ પડશે તો તેના પર કાર્યવાહી થશે. અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા મંદિર પરિસરમાં મોબાઈલ પ્રતિબંધને લઈ તાકીદ લેવા અધિકારીઓને કડક સૂચના આપી છે.
રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે તા. 12થી 16મી ફેબ્રુઆરી દરમિયાન 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન અને વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી અંગે ચર્ચા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ-કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરીમાં અધિકારીઓની બેઠક યોજાઇ હતી.