Friday, December 13, 2024
Homeરાજ્યજામનગરસરમત એરફોર્સ સ્ટેશનના 100 મીટર વિસ્તારમાં બાંધકામ પર પ્રતિબંધ

સરમત એરફોર્સ સ્ટેશનના 100 મીટર વિસ્તારમાં બાંધકામ પર પ્રતિબંધ

- Advertisement -

ભારતીય હવાઇદળના સ્ટેશનો અને મથકોની આજુબાજુની જમીનોના ઉપયોગ અને ભોગવટા પર પ્રતિબંધો લાગુ પાડવાનું જરૂરી જણાતાં ઉપરોક્ત જાહેરનામાંથી જિલ્લા મેજિસ્ટ્રેસ્ટ  ડો. સૌરભ પારઘી દ્વારા પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાય છે કે આવી તમામ જમીનોને મકાનો, બાંધકામો અને અન્ય અવરોધોથી મુક્ત રાખવી અને જાહેરનામાંના પરિશિષ્ટ-ક માં દર્શાવેલ એરફોર્સ સ્ટેશનની જમીનોની બહારની દીવાલથી હયાત દીવાલ/ ફેન્સિંગથી 100 મીટરના પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ મકાન, બાંધકામ કે માળખું બાંધી શકાશે નહિ, ઉભું કરી શકાશે નહીં કે ચણી શકાશે નહિ તેમજ આ જમીનોમાં વૃક્ષારોપણ કરી શકાશે નહિ. જો કોઈપણ પ્રકારનું બાંધકામ શરુ થાય તો તેને તાત્કાલિક ધોરણે દૂર કરવું. ઉપરોક્ત જાહેરનામાંના પરિશિષ્ટ-ક માં એરફોર્સ સ્ટેશન, સરમતનો સમાવેશ ક્રમાંક 67માં થયેલ છે. તેથી આ એરફોર્સ સ્ટેશન, સરમતની આજુબાજુના 100 મીટર વિસ્તારની જમીનોમાં પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ઉપરોક્ત પ્રતિબંધિત જમીનોનો નકશો કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, જામનગર અને મુખ્ય કારોબારી અધિકારી, જામનગર વિસ્તાર વિકાસ સેવામંડળ, જામનગર ખાતેની કચેરીઓ ખાતે જોઈ શકાશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના હવાઈ જહાજ અધિનિયમ-1934ની કલમ-9 ક હેઠળ બહાર પડેલ જાહેરનામાં મુજબ લાગુ પડેલ પ્રતિબંધો પણ ભારતીય હવાઈ મથકોને લાગુ પડશે.

- Advertisement -

એરફોર્સ સ્ટેશન, સરમતના 100 મીટરના પ્રતિબંધિત વિસ્તારની જમીનોની ગામવાર/ સર્વેવાર વિગતો

5, 6/પૈકી, 14/ પૈકી, 20, 21/ પૈકી, 23/ પૈકી, 36, 37, 38, 39/ પૈકી, 42, 43, 44/ પૈકી, 89/ પૈકી, 128, 129, 130/ પૈકી, 132, 133, 134/ પૈકી, 149/ પૈકી, 151, 152, 153/ પૈકી, 164, 165, 166/ પૈકી, 171, 172, 173/ પૈકી, 175, 176, 177, 178, 179/ પૈકી, 417, 418/પૈકી..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular