ગત તા. 8-3-23ના રોજ શ્રીજી શિપીંગ કંપનીનો ટાટા કંપનીનો ટ્રક રિલાયન્સ કંપનીના કોલસા ભરીને સરમતના પાટીયા પાસે પહોંચતા એક કાળા કલરની નંબર વગરની હુંડાઇ વર્ના ફોરવીલમાં 4 આરોપીઓ આવી અને આ ટ્રકના ચાલક ફરિયાદી ઇશુબભાઇ અલારખાભાઇ સાંઘાણીને રોકી ટ્રકની નીચે ઉતારી અને તેમના સાથે સાઇડ કેમ આપતો નથી. તેમ ધમકાવી અને ટ્રક ચાલક ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી અને 4 આરોપીઓ પૈકી એક આરોપી ટ્રકની ચાવી જુટવી અને માલ સહિતના ટ્રકની લૂંટ કરી અને રવાના થઇ ગયા હતાં અને બાકીના 3 આરોપીઓ પણ વર્ના મોટરકારમાં રવાના થઇ ગયા હતાં આ રીતે સાંજના સમયે ખુલ્લેઆમ લૂંટ થવાના કારણે સિક્કા પંથકમાં ચકચાર મચી જવા પામેલ અને આરોપીઓ સામે લૂંટ અને માર મારવાની ફરિયાદ દાખલ થઇ હતી. જેની તપાસ થતાં આરોપીઓ યશગીરી ઉર્ફે ડાડો ગુલાબગર ગૌસ્વામી, કલ્પેશ લાલગીરી ગોસાઇ, સંજયગર જેન્તીગર મેઘનાથી, અજયસિંહ કિરીટસિંહ જાડેજાઓની અટક કરી અને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. આરોપીઓએ અદાલતમાં જામીન મુક્ત થવાની માગણી કરી હતી. અદાલતે તમામ વિગતો ધ્યાને લઇ અને આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં આરોપીઓ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા તથા નિતેષ જી. મુછડીયા રોકાયેલા હતાં.


