Thursday, September 19, 2024
Homeરાજ્યહાલારઆલ્કોહોલ મિશ્રીત આયુર્વેદ પીણાના વેંચાણમાં પંજાબના ઉત્પાદકના જામીન નામંજૂર

આલ્કોહોલ મિશ્રીત આયુર્વેદ પીણાના વેંચાણમાં પંજાબના ઉત્પાદકના જામીન નામંજૂર

- Advertisement -

ખંભાળિયા શહેરમાંથી થોડા સમય પૂર્વે ઝડપાયેલા આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક પીણાની રૂપિયા 26 લાખથી વધુની કિંમતની 15 હજારથી વધુ બોટલના પ્રકરણમાં અહીંના એક શખ્સ તથા પંજાબથી ઝડપાયેલા ઉત્પાદકના ખંભાળિયા પોલીસે જામીન નામંજૂર કરાવ્યા છે.

- Advertisement -

આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાંથી આજથી આશરે એક માસ પૂર્વે આયુર્વેદિક ટોનિકની આડમાં આલ્કોહોલવાળું સીરપ વેચવામાં આવતું હોવાથી ખંભાળિયાના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલી સધન કાર્યવાહીમાં ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા અકરમ નજીર બાનવા (ઉ.વ. 34) ની પોલીસે રૂપિયા 26 લાખથી વધુની કિંમતની 15,624 બોટલ સાથે અટકાયત કરી, તેને રિમાન્ડ પર લીધો હતો.
હેલ્થ ટોનિકની આડમાં આલ્કોહોલ મિશ્રિત સીરપ વેચવાના આ પ્રકરણમાં પંજાબના પ્રતાપનગર ખાતે રહેતા અને આલ્કોહોલ મિશ્રિત સીરપનું ઉત્પાદન કરતા પંકજ બ્રિજ મોહન ખોસલા (ઉ.વ. 50) ને પોલીસે પંજાબથી દબોચી લઈ, તેને પણ રિમાન્ડ પર લીધા બાદ આ બંને શખ્સોને જેલ હવાલે મોકલી દેવામાં આવ્યા હતા. આ બંને શખ્સો દ્વારા અહીંની સેશન્સ અદાલતમાં જામીન મુક્ત થવા માટે અરજી કરવામાં આવતા અહીંના સરકારી વકીલ કમલેશભાઈ દવે તથા બી.એસ. જાડેજા દ્વારા પોલીસ કાર્યવાહીના મજબૂત દસ્તાવેજો તેમજ અદાલત સમક્ષ કરવામાં આવેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એસ.વી. વ્યાસ દ્વારા ઉપરોક્ત બંને આરોપીની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આયુર્વેદિક હેલ્થ ટોનિક સમજીને અનેક લોકો જાણતા-અજાણતા આવા આલ્કોહોલ મિશ્રિત અને શરીરને ખૂબ જ નુકસાનકર્તા એવા ટોનિકના બંધાણી થયા હતા. ત્યારે ખંભાળિયા પોલીસે આવા સીરપના વેચાણ સામે કડક હાથે કામગીરી કરી, સમગ્ર રાજ્યભરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની આ કડક કાર્યવાહી કાબીલે દાદ બની રહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular