Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરલવ જેહાદના કેસમાં જામીન અરજી રદ્

લવ જેહાદના કેસમાં જામીન અરજી રદ્

- Advertisement -

જામનગરમાં પોષ વિસ્તારમાં વસવાટ કરતી યુવતીએ એસી લોન ઉપર ખરીદ કર્યુ હતું. જેમાં લોનના ડોકયુમેન્ટ એક યુવકને આપતા યુવકે યુવતીના તમામ દસ્તાવેજો લોનમાં જરૂરિયાત હોવાનું જણાવી અને પોતાના પાસે કબ્જે કરી યુવતી હિન્દુ ધર્મની હોવાનું માલુમ પડતા અવાર-નવાર વિધર્મી યુવક ભોગ બનનાર યુવતીને કોઇને કોઇ કારણસર લોનના દસ્તાવેજો માટે ફોન અને મેસેજ કરી અને બોલાવતો આ દરમિયાન આ વિધર્મી યુવકે પોતે દરબાર હોવાની ઓળખ આપેલ અને તેમનું ઋતુરાજસિંહ ઝાલા તરીકે ઓળખાણ અને પરિચય આપી યુવતી સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ બંને પ્રેમસંબંધ થયેલ અને યુવતીએ આ વિધર્મી યુવકને લગ્ન કરવાનું જણાવતા આ વિધર્મી યુવકે યુવતીના પરિવારને પણ વિશ્ર્વાસમાં લઇ અને ભોગ બનનારના પરિવારને પણ મળેલ અને પોતે દરબાર હોવાની ઓળખ આપેલ અને લગ્ન કરવા માટે વિશ્ર્વાસમાં લીધેલ ત્યારબાદ આ યુવક રોજબરોજ આ ભોગ બનનારને મળતા હતાં. અને આ વિધર્મી યુવકે વારંવાર લગ્નની લાલચ આપી અને યુવતી સાથે શરીર સંબંધ બાંધેલ. આ દરમિયાન યુવીતને આ વ્યક્તિ ઉપર શંકા જતા તેમને તપાસ કરતા આ વિધર્મી યુવક જે પોતાની ઓખળાણ દરબાર બતાવે છે તે વ્યક્તિ મુસ્લિમ હોવાનું સામે આવેલ અને તેમનું સૈફુલાખાન આરીફખાન લોહાણી હોવાની હકિકતો સામે આવતા ભોગ બનનારે પોતે હિન્દુ ધર્મ અંગીકાર કરશે તેવી અંગીકાર કરશે તેવી ખાત્રી આપેલ અને જામનગર ખાતે બે ભાઈના ડુંગરમાં હિન્દુ ધર્મ મુજબ લગ્ન પણ કર્યા હતાં અને યુવતી સાથે આવાસમાં વસવાટ કરવા માંડેલ આ દરમિયાન યુવતીને બીજી હકીકતોની જાણ થયેલ કે આ મુસ્લિમ યુવક પહેલાથી પરિણીત છે અને તેમની પત્ની પણ છે તે બાબતની આ યુવકને જાણ કરતા આ યુવકે ભોગ બનનારને મુકી અને ચાલ્યો ગયો હતો. જેથી તમામ તપાસ કરતા આ યુવકે એક ષડયંત્ર કરી અને એક લવ જીહાદના આતંકી ષડયંત્રમાં ફસાવી દીધેલ હોવાનું માલુમ પડતા યુવતીને હિંમત કરી અને આ વિધર્મી યુવક સામે ફરિયાદ દાખલ કરી હતી અને આરોપીને જેલ હવાલે કરવામાં આવતા અને પોલીસે ચાર્જશીટ અદાલતમાં દાખલ કરી હતી. ત્યારબાદ આરોપી તરફે જામીન અરજી દાખલ કરતા સમગ્ર દલીલો અને પુરાવાઓ ધ્યાને લઇ અને ભોગ બનનાર તરફે થયેલ રજૂઆતો માન્ય રાખી અને આરોપી શૈફુલાખાનની જામીન અરજી રદ્દ કરી હતી. આ કેશમાં ભોગ બનનાર તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા તથા નિતેશ જી. મુછડિયા રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular