Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ફાયરીંગ પ્રકરણના બે આરોપીઓની જામીન અરજી રદ્દ

જામનગરમાં ફાયરીંગ પ્રકરણના બે આરોપીઓની જામીન અરજી રદ્દ

હસમુખ પેઢડીયા અને તેના ભાઈ ઉપર ફાયરીંગ : સરકારી વકીલની ધારદાર રજૂઆત

- Advertisement -

જામનગરના કુખ્યાત ભૂમાફિયાના સાગરિતો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગ કરી અને ખૂનની કોશિશના ગુનામાં પકડાયેલા બે આરોપીઓ અગાઉના જામીનમુકત થયેલા આરોપીઓના કારણો દર્શાવી પોતાને જામીન પર મુકત કરવા માટેની જામનગરની અદાલતમાં અરજી કરી હતી. જેમાં સેશન્સ અદાલતે ક્રિમિનલ માઈન્ડથી ગુનો કરનારને પેરિટીના લાભ અપાય નહીં તેમ ઠરાવી બન્ને આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી.

ભૂમાફિયા જયેશ પટેલે જામનગરના બે બિલ્ડર ભાઈઓનું ખૂન કરાવવા માટે શહેર ઉપરાંત અન્ય જુદા-જુદા વિસ્તારનાં એક ટાબરિયા સહિતના નવ જેટલા શખ્સોને રૂપિયા પાંચ કરોડની સોપારી આપી હત્યા નિપજાવવાનું કાવતરુ ઘડી ગોળીબાર કરવામાં આવ્યો હતો.

આ કેસમાં પોલીસ દ્વારા પકડાયેલા અને જેલમાં મોકલાવી દેવાયેલા આરોપીઓ પૈકી ભરત ઉર્ફે કાચો કરમશી ચોપડા તથા દીપ હજીભાઈ દહિયા નામના બે આરોપીઓએએ જામનગરની સેશન્સ અદાલતમાં જામીન અરજી કરી હતી. જેમાં જામીન પર મુકત થવા માટે આ પ્રકરણમાં અગાઉ પકડાયેલા અને જામીન મુકત થયેલા આરોપીઓની પેરિટી સંબંધેના કારણો દર્શાવ્યા હતાં.

જામીન અંગે જિલ્લાના પબ્લિક પ્રોસિકયુટર જમન ભંડેરી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને જામીન પર મુકત થવા માટેની અરજી કરનાર બન્ને આરોપીઓ ક્રિમિનલ માઈન્ડથી ગુનો કરનારા છે અને તેઓને છૂટા મૂકી શકાય નહીં સહિતની દલીલો કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular