તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકો પોતાના ઘરને શણગારવા માટે અત્યારથી જ તૈયારીઓ કરી રહ્યા છે. જામનગરના લોકો પણ તહેવારોની તૈયારીઓમાં લાગ્યા છે. ત્યારે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોવાથી જામનગરીઓ પણ પોતાના ઘરને આકર્ષક અને કલરફૂલ બનાવવા માટે વિવિધ આઈડિયા અપનાવતા હોય છે. પરંતુ સૌરાષ્ટ્રનો અત્યાધુનીક કલર આઈડીયા સ્ટોર હવે જામનગરમાં ઉપલબ્ધ છે.
જામનગર શહેરના બેડી ગેઇટ નજીક ગેલેક્સી ટોકીઝ પાસે બદરી કોર્પોરેશન અને એશિયન પેઇન્ટસ દ્વારા “કલર આઈડિયા સ્ટોર” ની મંગળવારના રોજ શરૂઆત કરવામાં આવી છે. જ્યાં ઘરની દીવાલો સહીત, બેડરૂમ, રસોડું, વોશરૂમ, હોલ વગેરેને કઈ રીતે આકર્ષક બનાવવા અને કયા પ્રકારનું કલર કોમ્બીનેશન કરવું તે માટેના અનેક વિકલ્પ ઉપલબ્ધ છે. આ ઉપરાંત દેશની પ્રખ્યાત ડીઝાઇન સભ્યસાંચીના અલગ તેમજ અદ્ભુત વોલપેપર ઉપલબ્ધ છે. જેના લીધે ઘરને અલગ તેમજ સુંદર રીતે ડેકોરેટ કરી શકાશે. આ ઉપરાંત દીવાલને રંગવા માટે પણ કલરની અનેક વેરાઇટીઓ છે.
બદરી કોર્પોરેશનના અત્યાધુનીક સ્ટોરમાં લોકો ઈચ્છે તેવા કલર તેમજ વોલ ડીઝાઈણ સાથો સાથ સમય બચી શકે તેવી પણ વ્યવસ્થા છે. જ્યાં લોકો પોતાના ઘરનો ફોટો બતાવે તો તેની દીવાલોને વિવિધ ગ્રાફિક્સ દ્વારા ડીજીટલ સીસ્ટમ દ્વારા જોઇ શકાશે કે ઘરમાં કલર થયા પછી કેવું લાગશે. મંગળવારના રોજ આ સ્ટોરનું ઉદ્ઘાટન એશિયન પેઇન્ટસના ડીવીઝનલ મેનેજર વિશાલ તિવારીના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત રીજનલ મેનેજર સત્યમ ખરે, સૌરાષ્ટ્રના એરિયા મેનેજર હિતેશ જાવિયા, જામનગર સેલ્સ ઓફિસર ડોસલ ભોજાણી, બદરી કોર્પોરેશન (ડીલરશીપ) ના ડીલર નરુદ્દીન ગાંધી, સલીમ ગાંધી, અલી ગાંધી સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.