Monday, December 23, 2024
HomeવિડિઓViral Videoબચપન કા પ્યાર મેરા ભૂલ નહી જાના રે... આ વાયરલ વિડીયો જોયો...

બચપન કા પ્યાર મેરા ભૂલ નહી જાના રે… આ વાયરલ વિડીયો જોયો છે ને ?, સીએમ આ બાળકને મળવા પહોચ્યા

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર સહદેવનું આ ગીત સાંભળી બાદશાહે પણ તેને કોલ કર્યો

- Advertisement -

Jane Meri Jane Man
Bachpan Ka Pyar Mera Bhul Nahi Jana Re
Sachha Mera Pyar Hai
Jaan Meri Jane Man
Bachpan Ka Pyar Mera Bhul Nahi Jana Re

- Advertisement -

સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા સમયથી એક બાળકનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં સહદેવ નામનો બાળક સ્કુલ ડ્રેસમાં બાદશાહનું ગીત બચપન કા પ્યાર મેરા ભૂલ નહી જાના રે ગાઈ રહ્યો છે. અને લોકો તેના દીવાના થઇ ગયા છે. આ વિડીયો એટલો વાયરલ થઇ રહ્યો છે કે છત્તીસગઢના મુખ્યમંત્રીએ પણ બાળકને મળીને તેની પ્રશંસા કરી અને બાદશાહે પણ સહદેવને ફોન કરીને ચંડીગઢ બોલાવ્યો અને સહદેવ સાથે તેણે ગીતનું  શુટિંગ પણ કર્યું.

છત્તીસગઢના સુકમા જીલ્લામાં રહેતા સહદેવનું ગીત બચપન કા પ્યાર.. છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યું છે.સિંગર બાદશાહે આ વિડીયો જોઈને તેની સાથે ગીત ગાવાની ઓફર કરી હતી. અને સહદેવે હા પાડતા તે શુટિંગ કરવા માટે ચંડીગઢ ગયો હતો.

- Advertisement -

પરંતુ હવે તો છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલ સહદેવનું આ ગીત સાંભળીને તેને મળવા બોલાવ્યો. અને મુખ્યમંત્રીએ એક ટ્વીટ પણ કર્યું છે જેમાં સહદેવ આ વાયરલ ગીત ગાતો દેખાઈ રહ્યો છે અને  તેને ગાળામાં એક ફૂલહાર પણ પહેરેલ છે. અને બાજુમાં સીએમ ઉભા છે અને હસી રહ્યા છે. તેઓએ કેપ્શનમાં લખ્યું છે બચપન કા પ્યાર… વાહ

ખરેખર, બચપન કા પ્યાર … જે ગીત વાયરલ થયું છે તે બે વર્ષ પહેલાં સહદેવે પાંચમા ધોરણમાં ભણતી વખતે શાળામાં એક કાર્યક્રમ દરમિયાન ગાયું હતું. તેમની શાળાના શિક્ષકે સહદેવનું આ ગીત સોશિયલ મીડિયા પર અપલોડ કર્યું હતું, જે પાછળથી વાયરલ થયું હતું. હાલમાં સહદેવ આઠમા ધોરણમાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular